શોધખોળ કરો

ફૂડ સેક્ટરના વેપારીઓના હિતમાં ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતમાં શરુ થશે પાઈલોટ પ્રોજેક્ટ

ફૂડ કેટેગરીના વેપારીઓને તાત્કાલિક ફૂડ લાઇસન્સ/રજીસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડવા ગુજરાતમાં શરુ થશે પાઈલોટ પ્રોજેક્ટ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

Gujarat pilot project food license: ભારત સરકારની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (fssai), ન્યૂ દિલ્હી દ્વારા ફૂડ સેક્ટરમાં (Food Sector) ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેશ”ને વધુ પ્રોત્સાહન આપવા માટે અને ખાદ્ય પદાર્થના વેપાર સાથે સંકળાયેલા એકમોને તાત્કાલિક ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન ઇસ્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (rushikesh patel) જણાવ્યું હતું કે, ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓની સરળતા માટે નવા ઉપક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય સહિત ચાર રાજ્યોમાં આ પાઈલોટ પ્રોજેક્ટ (Pilot Project) અમલમાં આવશે. આ પાઈલોટ પ્રોજેક્ટનો શુભારંભ આગામી તા. ૨૮મી જૂન, ૨૦૨૪ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા દ્વારા દિલ્હી ખાતેથી કરાવવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓએ યોગ્ય દસ્તાવેજો સાથે www.foscos.fssai.gov.in પર ઓનલાઈન અરજી કરી, ફી ચૂકવવાની રહેશે. ફી ચૂકવ્યા પછી GST અને આધાર સાથે વેરિફીકેશન થયા બાદ વેપારીઓને તુરંત જ ફૂડ લાઇસન્સ/રજિસ્ટ્રેશન ઈશ્યુ કરવામાં આવશે. ગુજરાતમાં આ પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત દરેક જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તત્કાલ લાયસન્સ/ રજિસ્ટ્રેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.   

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ નવી પ્રક્રિયા ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશનને તુરંત જ મેળવવાની તક આપે છે, જે મંજૂરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો લાવશે. આ નવી વ્યવસ્થાથી ફૂડ બિઝનેસને તેમની વ્યવસાયિક કામગીરી શરૂ કરવા માટે ઝડપથી સક્ષમ બનાવશે અને સાથે જ તેમની કાર્યક્ષમતામાં પણ વધારો કરશે. ઉપરાંત સરકારની કામગીરીનું ભારણ ઘટશે, સમયનો બચાવ થશે અને સંપૂર્ણ પ્રક્રિયા સંકલિત અને પારદર્શક બનશે.

આ નવી પદ્ધતિમાં ખાદ્યપદાર્થના વેપારકર્તાઓએ નિયત દસ્તાવેજો સાથે જ અરજી કરવાની રહેશે. ખોટા દસ્તાવેજો દર્શાવી આ પ્રકારે લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવાવાના પ્રયાસો કરતા વેપારીઓને રૂ. ૧૦ લાખ સુધીના દંડની કાર્યવાહી કરવામાં આવશે. આ નવા અભિગમથી ફૂડ સેક્ટર સાથે જોડાયેલા તમામ ઈમ્પોર્ટર, મરચન્ટ એક્ષપોર્ટર, હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર, ટ્રાન્સપોર્ટર, સ્ટોરેજ, ફૂડ વેન્ડિંગ એજન્સી, ચા નાસ્તા વાળા, લારી વાળા અને ડાયરેક્ટ સેલરને લાભ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.                  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો
Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો
Exclusive: મહારાષ્ટ્રના આગામી CM  કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ
Exclusive: મહારાષ્ટ્રના આગામી CM કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ
BSF Rafting Tour: જાંબાઝ મહિલાઓનું ગંગોત્રીથી ગંગાસાગરનું સાહસિક સફર, આપશે ગંગા સફાઇ અને નારી સશક્તિકરણનો સંદેશ
BSF Rafting Tour: જાંબાઝ મહિલાઓનું ગંગોત્રીથી ગંગાસાગરનું સાહસિક સફર, આપશે ગંગા સફાઇ અને નારી સશક્તિકરણનો સંદેશ
ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર, બુમરાહને પછાડી સાઉથ આફ્રિકાનો આ બોલર બન્યો નંબર વન
ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર, બુમરાહને પછાડી સાઉથ આફ્રિકાનો આ બોલર બન્યો નંબર વન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: દિવાળી નીમિત્તે અમદાવાદ શહેરને શણગારાયું દુલ્હનની જેમ, આખુય શહેર ઝળહળી ઉઠ્યુંJayesh Radadia: નુકસાની વેઠી રહેલા ખેડૂતો માટે જયેશ રાદડિયાની સૌથી મોટી જાહેરાતCM Bhupendra Patel: સામાન્ય માણસની જેમ CMએ પણ દીકરાના દીકરા માટે કરી ફટાકડાંની ખરીદીPalanpur Crime : રિક્ષામાં ગાંજાની સ્મગલિંગ કરતા બે શખ્સોને પોલીસે ઝડપ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો
Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો
Exclusive: મહારાષ્ટ્રના આગામી CM  કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ
Exclusive: મહારાષ્ટ્રના આગામી CM કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ
BSF Rafting Tour: જાંબાઝ મહિલાઓનું ગંગોત્રીથી ગંગાસાગરનું સાહસિક સફર, આપશે ગંગા સફાઇ અને નારી સશક્તિકરણનો સંદેશ
BSF Rafting Tour: જાંબાઝ મહિલાઓનું ગંગોત્રીથી ગંગાસાગરનું સાહસિક સફર, આપશે ગંગા સફાઇ અને નારી સશક્તિકરણનો સંદેશ
ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર, બુમરાહને પછાડી સાઉથ આફ્રિકાનો આ બોલર બન્યો નંબર વન
ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર, બુમરાહને પછાડી સાઉથ આફ્રિકાનો આ બોલર બન્યો નંબર વન
Salman Khan: સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ મોકલી માંગ્યા બે કરોડ
Salman Khan: સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ મોકલી માંગ્યા બે કરોડ
Gandhinagar: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું તો પોલીસે આપ્યું ફુલ, ખાખીનું આ નવું સ્વરુપ જોઈ વાહનચાલકો પણ ચોંક્યા
Gandhinagar: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું તો પોલીસે આપ્યું ફુલ, ખાખીનું આ નવું સ્વરુપ જોઈ વાહનચાલકો પણ ચોંક્યા
Hyderabad Woman Dies: સાવધાન! મોમોઝે લીધો મહિલાનો જીવ, 20થી વધુની હાલત ખરાબ
Hyderabad Woman Dies: સાવધાન! મોમોઝે લીધો મહિલાનો જીવ, 20થી વધુની હાલત ખરાબ
રાજ્યની 4 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 1664 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યની 4 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 1664 કરોડ રૂપિયા ફાળવ્યા
Embed widget