શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

લોક રક્ષક ભરતી માટેની શારીરિક કસોટીને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે યોજાશે?

લોક રક્ષક ભરતી માટેની શારીરિક કસોટી આગામી 1 થી 10 ડિસેમ્બર વચ્ચે શરૂ થવાની સંભાવનાઓ છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી છે. 

ગાંધીનગરઃ લોક રક્ષક ભરતી માટેની શારીરિક કસોટી આગામી 1 થી 10 ડિસેમ્બર વચ્ચે શરૂ થવાની સંભાવનાઓ છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, લોકરક્ષક ભરતીની જાહેરાતમાં વિલંબ થતાં હવે શારીરિક કસોટી ડિસેમ્બરની ૧ થી ૧૦ તારીખની વચ્ચે શરૂ થવાની સંભાવના છે. નોંધનીય છે કે, આ વખતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઇ) અને લોક રક્ષક માટે એક જ શારીરિક પરીક્ષા આપવાની છે. ત્યારે બંને ભરતી માટે ઉમદેવારી કરનારે એક જ વાર પરીક્ષા આપવાની રહેશે.

અગાઉ આગામી ત્રણ મહિનામાં ગુજરાતમાં પોલીસ ભરતી કરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે હવે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે મોટી જાહેરાત કરી છે.  તેમણે ટ્વીટ કર્યું હતું કે, લોકરક્ષક ભરતીની ટૂંકમાં જાહેરાત થશે. 31 માર્ચ 2021 પછી લાયક ઠરેલ ઉમેદવારોને પણ તક મળે તે હેતુથી પો.સ.ઇ ભરતી બોર્ડે તારીખ 20/10/21 અરજીઓ મંગાવેલ છે. https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d પર અરજી કરી શકાશે. લોકરક્ષક ભરતીની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.

ગુજરાતમાં આગામી દિવસોમાં શરૂ થનારી પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા હતા કે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પોસઈ) , લોક રક્ષક દળની ભરતી માટે એક જ શારીરિક કસોટી લેવાશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી યોજાશે. બંને માટે ફોર્મ ભરનાર ઉમેદવારોએ એક જ પરીક્ષા આપવાની રહેશે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયામા માહિતી આપી હતી. 

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે માટે કોવિડના કારણે પેન્ડીંગ રહેલ પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે, એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ.  

ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ગૃહ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં તા.૧૯.૯.ર૦ર૧ને રવિવારના રજાના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષશ્રીઓ સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમિક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષોને જરૂરી આદેશો કર્યાં છે. 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ(માનદ)ની મળીને અંદાજીત ૨૭૮૪૭ જગ્યાઓ માટે ભરતીનુ આયોજન આગામી ૧૦૦ દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.  

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખુબ જ ટૂંકા સમયગાળામાં ભરતી પ્રક્રિયાનુ આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર હરહંમેશા કટિબદ્ધ છે. આ નિર્ણયના ફળ સ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસ દળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપ્લબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારના પગલાઓ વધુ બળવત્તર બનશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
Embed widget