Gujarat Politics: હિંમતનગર ભાજપમાં ભૂકંપ, શહેર ભાજપ મહામંત્રીએ આપ્યું રાજીનામું
Gujarat News: આ અગાઉ શહેર પ્રમુખે રાજીનામું આપ્યું હતું.
Himmatnagar News: હિંમતનગર ભાજપ શહેર મહામંત્રી બંટીભાઈ મહેતાએ અંગત કારણ દર્શાવી હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠના હોદ્દેદારો દ્વારા સમજાવટ શરૂ કરવામાં આવી છે. મહામંત્રી દ્વારા આપવામાં આવેલા રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. આ અગાઉ શહેર પ્રમુખે રાજીનામું આપ્યું હતું.
કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તમામ 26 લોકસભાની બેઠકો માટે પ્રભારી બેઠક કરશે, નેતાઓના લોકસભા બેઠકના પ્રવાસ બાદ પ્રભારી બેઠક કરશે. બેઠક દીઠ 30 મિનિટ પ્રભારી નેતાઓ સાથે મૂલ્યાંકન બેઠક કરશે. હાલ કઈ લોકસભા બેઠકમાં શું પરિસ્થિતિ છે તે અંગે ચર્ચા થશે. જે પરિસ્થિતિ છે તેમાં શું કરવાથી કોંગ્રેસને ચૂંટણીમાં ફાયદો થાય તે અંગેની ચર્ચા થશે. આગામી 2 દિવસ કોંગ્રેસના નેતાઓ પ્રભારી સાથે લોકસભાની આગામી ચૂંટણી જીતવા મંથન કરશે.
વિશ્વનું બીજું અને ભારત દેશનું પહેલું સૌથી નાની વયનું ઓર્ગન ડોનેશન સુરતમાં થયું છે. બાળકનો જન્મ થતા ની સાથે જ 111 કલાક એટલે કે માત્ર 5 દિવસના બાળક નું અંગદાન થયું છે.જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન લેવામાં આવ્યું છે. સુરતમાં પાંચ જ દિવસના બાળકના અંગોનું દાન કરાયું છે જેમાં કિડની, બરોળ, આંખ, લીવરનું દાન થયું છે. સુરત માં અંગદાન ક્ષેત્રે સુરતમાં અનેક પ્રકારની પ્રવૃતિ ચાલે છે.જેમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન એ આજે માત્ર પાંચ જ દિવસના બાળકના અંગદાન માટે પરિવારને સમજાવીને એક અનોખું પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે. બાળકોના અંગદાનમાં ભારતનું સૌથી નાની વયનું અંગદાન કરનાર સુરતનું બાળક બન્યું છે. વિશ્વમાં પણ જન્મના કલાકોમાં અંગદાન કરનાર બીજું જ બાળક છે. વિશ્વમાં સૌથી પહેલા યુકે માં 74 મિનિટમાં અંગદાન થયું છે.અંગદાન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે જેમાં આજે થયેલા અંગદાન પવિત્ર નવરાત્રિ દરમ્યાન શક્તિનું અનેક અનોખું જ સ્વરૂપ જોવા મળ્યું છે. જન્મથી રડી કે હલનચલન કરી ન શકેલા બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય શક્તિસ્વરૂપા એવા દાદી અને માતાએ લઈને સમાજને ઉદાહરણ પુરુ પાડ્યું છે. હાલ સુરતના વાલક પાટીયા પાસે ગીતાંજલી રો હાઉસમાં રહેતા અને મૂળ અમરેલી નજીકના માળીલાના વતની હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દિકરાનો જન્મ ડૉ. સંજય પીપળવા કલરવ હોસ્પિટલમાં થયો હતો. જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું કે એ રડ્યું પણ ન હતું.