શોધખોળ કરો

Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, અમદાવાદમાં સવારથી વરસાદનો પ્રારંભ

છેલ્લા ૨૪ કલાકમા રાજ્યના ૩૧ જિલ્લાના ૧૫૩ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટા તાલુકામા ૪ ઈંચ વરસાદ નોંધાયો છે.

ગાંધીનગરઃ છેલ્લા ૨૪ કલાકમા રાજ્યના ૩૧ જિલ્લાના ૧૫૩ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટા તાલુકામા ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. આ પછી વલસાડના ઉમરગામ તાલુકામા ૩.૫ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટના જામરંડોરણા તથા સાબરકાંઠાના હિંમતનગર તાલુકામા ૩.૫-૩.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સીઝનનો ૭૫.૭૭ ટકા વરસાદ થયો છે. 

આ સિવાય અમદાવાદમાં સવારથી વરસાદનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું. આ પછી છુટાછવાયા વરસાદનો પ્રારંભ થયો છે. શહેરના સરખેજ, એસ.જી. રોડ, પ્રહલાદનગર, વેજલપુર, આનંદનગર સહિત અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ શરૂ થયો છે. 

બનાસકાંઠામાં દાંતીવાડા ડેમમાં સાડા પાંચ ફૂટ પાણી આવ્યું. દાંતીવાડા પંથકમાં ગઈકાલે અઢી ઇંચ વરસાદ ખાબક્યો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં 1400 ક્યુસેક પાણીની આવક થતા સપાટી પહોંચી 556.5 ફૂટ. ડેમમાં હાલ સુધી કુલ પાણીની આવક નોંધાય છે સાડા પાંચ ફૂટ. દાંતીવાડા ડેમ હાલ 90% ખાલીખમ. છે. 

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા,મોજીલા,સેવંત્રા સહિતના ગામડાઓમાં ગઈકાલે 5 થી 6 ધોધમાર વરસાદ પડ્યો હતો. ગઢાળા ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા. ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે ખેતરોમાં પણ પાણી ભરાયા. ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ. ઉપલેટા તાલુકાના અનેક ગામડાઓના ચેક ડેમ પણ ઓવરફ્લો થયા. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ઉપલેટા તાલુકામાં વરસાદ.

ગઈકાલે રાતે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચારથી પાંચ ઇંચ જેટલા પડેલા વરસાદને લઈને અનેક ડેમોમાં પાણીની આવક. સારા વરસાદને લઈને ખેડૂતોની સિંચાઈની સમસ્યા અને ગામડાઓની પીવાના પાણીની સમસ્યાઓ હલ થઈ. રાજકોટ જિલ્લાના વેણુ-2 ડેમના 3 દરવાજા 2 ફટ ખોલવામાં આવ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ. ડેમના 3 દરવાજા 2 ફૂટ  ખોલવામાં આવ્યા. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા  ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સાવચેત કરવામાં આવ્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરીRajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં,  બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈSurendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવSurendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Embed widget