શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર

Gujarat Monsoon: સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાવાડા તાલુકામાં નોંધાયો છે. અહીં 6.5 ઈચ વરસાદ પડ્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ છે.  રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાવાડા તાલુકામાં નોંધાયો છે. અહીં 6.5 ઈચ વરસાદ પડ્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કોડિનારમાં પણ 6.5 ઈંચ વરસાદ પડ્યો છે.

ક્યાં કેટલો પડ્યો વરસાદ
દેવભુમી દ્વારકાના કલ્યાણપુરમાં 6 ઈચથી વધારે વરસાદ
મહિસાગરના કડાણામાં 6 ઈટ જેટલો વરસાદ
જૂનાગઢના માંગરોળમાં 4.5 ઈચ વરસાદ
દ્વારકા તાલુકામાં 4.5 ઈચ વરસાદ
સુરતના ઓલપાડમાં 4 ઈચથી વધારે વરસાદ
પોરબંદરના રાણાવાવમાં 4 ઈચ વરસાદ
સાબરકાઠાના હિમ્મતનગરમાં 4 ઈચ જેટલો વરસાદ
દાહોદના ફતેપુરામાં 4 ઈચ જેટલો વરસાદ

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર

રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો અમદાવાદમાં પણ શુક્રવારે ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ભરૂચ, સુરત, જૂનાગઢ, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં ભારે વરસાદ વરસી શકે છે.

આવતીકાલે સુરતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નર્મદા, ભરૂચ,રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી અને કચ્ચમાં ભારે વરસાદ વરસી શકે છે.

શુક્રવારે સુરત, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, નવસારી,નર્મદા, ભરૂચ અને દિવમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. શનિવારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,સુરત, ડાંગ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે, જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર

એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ

ગાંધીનગરમાં મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની અને પાંચ જુલાઈથી દસ જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે છે.. વરસાદની આગાહીને પગલે રાહત કમિશનરે બેઠકમાં જણાવ્યુ હતુ કે કચ્છમાં ગાંધીનગરથી NDRFની એક ટીમ મોકલવાનો નિર્ણય કરાયો છે.આ સિવાય આણંદથી NDRFની ટીમ વલસાડ પહોંચી છે.. જ્યારે SDRFની 11 ટીમો રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં સ્ટેંડબાય રખાઈ છે. જે પૈકી એક ટીમ પોરબંદર પહોંચી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં 3 કલાક ભારે વરસાદનું એલર્ટ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં 3 કલાક ભારે વરસાદનું એલર્ટ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget