શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Rain Live Updates: સાબરકાંઠાના ઈડરમાં ડૂબતા યુવકનો વીડિયો વાયરલ, અન્ય બે યુવકોએ બચાવ્યો જીવ

હવામાન વિભાગ તરફથી  આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે

LIVE

Key Events
Gujarat Rain Live Updates: સાબરકાંઠાના ઈડરમાં ડૂબતા યુવકનો વીડિયો વાયરલ, અન્ય બે યુવકોએ બચાવ્યો જીવ

Background

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી  આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત અને તાપીમાં મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં હળવા વરસાદની સંભાવના છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે. નવ તાલુકામાં દોઢ ઈંચથી વધુ અને 21 તાલુકામાં એકથી વધુ વરસાદ પડ્યો છે.

  •  સાબરકાંઠાના તલોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ
  •  અરવલ્લીના મોડાસામાં સાડા પાંચ ઈંચ વરસાદ
  •  મહીસાગરના લુણાવાડામાં સવા પાંચ ઈંચ વરસાદ
  •  મહીસાગરના વીરપુરમાં પાંચ ઈંચ વરસાદ  
  • મહીસાગરના સંતરામપુરમાં પાંચ ઈંચ વરસાદ
  •  રાજકોટના ઉપલેટામાં પોણા પાંચ ઈંચ વરસાદ
  •  અરવલ્લીના ધનસુરામાં સાડા ચાર ઈંચ વરસાદ
  •  જૂનાગઢના વિસાવદરમાં સવા ચાર ઈંચ વરસાદ
  •  બનાસકાંઠાના દાંતામાં સવા ચાર ઈંચ વરસાદ
  •  મહેસાણાના વિસનગરમાં સવા ચાર ઈંચ વરસાદ
  •  તાપીના ડોલવણમાં ચાર ઈંચ વરસાદ
  • વિજાપુર, પ્રાંતિજ, ખેરાલુમાં ચાર ચાર ઈંચ વરસાદ
  • વઘઈ, ઉમરપાડા, હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • ચીખલી, બાયડ, માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ વરસાદ  
  • વાંસદા, ખેરગામમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
  • સંખેડા, ગણદેવી, કેશોદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
  • ઊંઝા, શહેરા, જાંબુઘોડામાં અઢી ઈંચ વરસાદ
  • આહવા, કડાણા, મેંદરડામાં સવા બે ઈંચ વરસાદ
  • મેઘરજ, ખેડબ્રહ્મા, નવસારી, સંજેલીમાં સવા બે ઈંચ વરસાદ
  • વિજયનગર, મહુવા, છોટા ઉદેપુરમાં સવા બે ઈંચ વરસાદ
  • વડનગર, માણસા, ખાનપુર, ક્વાંટમાં સવા બે ઈંચ વરસાદ
  • નડીયાદ, પાવી જેતપુર, બોરસદમાં બે બે ઈંચ વરસાદ
  • ખાંભા, ઉચ્છલ, સુબીરમાં પોણા બે ઈંચ વરસાદ
  • હાલોલ, વડાલી, જલાલપોરમાં પોણા બે  ઈંચ વરસાદ
  • જલાલપોર, માંડવી, બાલાસિનોરમાં પોણા બે ઈંચ વરસાદ
  • ગરબાડા, સોનગઢ, ગોધરામાં દોઢ ઈંચ વરસાદ
  • પાદરા, પેટલાદ બોડેલી, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ

રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ કેટલા ટકા વરસ્યો વરસાદ ?

રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 43.77 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 112.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 63.14 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 45.24 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 32.36 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 30.16 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

14:42 PM (IST)  •  11 Jul 2023

સાબરકાંઠાના ઈડરમાં ડૂબતા યુવકનો વીડિયો વાયરલ 

સાબરકાંઠાના ઈડરમાં ડૂબતા યુવકનો વીડિયો વાયરલ  થયો હતો. ડિપ બ્રિજ પર પહેલા પાણીમાં યુવકનું રેસ્ક્યુ કરાયુ હતું. અન્ય બે યુવાનોએ યુવકને બચાવ્યો હતો. 

14:35 PM (IST)  •  11 Jul 2023

તાપી જિલ્લા અને તાલુકામાં સાર્વત્રિક વરસાદ

તાપી જિલ્લા અને તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વાલોડ, વ્યારા, ડોલવણ, ઉચ્છલ, સોનગઢમાં  વરસાદ વરસ્યો હતો. તાપીના વાલોડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી કેટલાક ગ્રામ્ય વિસ્તારના રસ્તા બંધ કરાયા હતા. તાપી જિલ્લાના કુલ 13 માર્ગો બંધ કરી વૈકલ્પિક રસ્તા ચાલુ કરાયા  હતા. વાલોડ તાલુકામાં કુલ ચાર લો લેવલ કોઝ વે બંધ કરાયા હતા. 

12:37 PM (IST)  •  11 Jul 2023

નર્મદા ડેમની જળસપાટી વધી

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની જળસપાટી વધી હતી. નર્મદા ડેમમાં હાલ 41 હજાર 46 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમની જળસપાટી 123.49 મીટર પર પહોંચી હતી.  નર્મદા ડેમમાંથી હાલ પાંચ હજાર 320 ક્યુસેક પાણીની જાવક છે. 
------------------

12:36 PM (IST)  •  11 Jul 2023

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ  વરસ્યો હતો. બારડોલી, કામરેજ અને પલસાણા તાલુકામાં  વરસાદ વરસ્યો હતો. કામરેજના નવાગામ, ઉભેળ, કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. પલસાણા, કડોદરા, વરેલી, જોળવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બારડોલીના ગાંધી કોલોનીના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 

11:52 AM (IST)  •  11 Jul 2023

મહીસાગર જિલ્લાના નદી-નાળા છલકાયા

સાર્વત્રિક વરસાદથી મહીસાગર જિલ્લાના નદી-નાળા છલકાયા હતા. ખાનપુરમાં વરસેલા વરસાદથી નરોડા ગામનું તળાવ છલોછલ થયુ હતું. તળાવ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Embed widget