Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં ખાબક્યો વરસાદ, ડાંગમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ
Rain News: રાજ્યમાં ફરીથી વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. ગઇકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. 97 તાલુકાઓમાં પડેલા વરસાદમાં સૌથી વધુ ડાંગમાં ચાર ઇંચ ખાબક્યો છે
Rain News: રાજ્યમાં ફરીથી વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. ગઇકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. 97 તાલુકાઓમાં પડેલા વરસાદમાં સૌથી વધુ ડાંગમાં ચાર ઇંચ ખાબક્યો છે, આ ઉપરાંત નવસારીના ચીખલી અને ક્વાન્ટમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ખાસ વાત છે કે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે.
આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. નવસારી શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં બપોર સમયે વરસાદ શરૂ થયો છે. શહેરમાં આવેલા કબીરપોર કાલિયાવાડી, જુનાથાણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં પ્રસરી ઠંડક છે.
રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અમૂક તાલુકાઓમાં આજે પણ વરસાદી ઝાંપટા પડી શકે છે. ગઇકાલથી એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 97 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગમાં ખાબક્ય છે, ડાંગમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં પડેલા વરસાદના આંકડા અહીં બતાવવામાં આવ્યા છે.
24 કલાકમાં રાજ્યના 97 તાલુકાઓમાં વરસ્યો વરસાદ
ડાંગમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ
નવસારીના ચીખલીમાં ત્રણ ઈંચ વરસાદ
ક્વાંટ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ
પલસાણા, નાંદોદમાં અઢી-અઢી ઈંચ વરસાદ
ગારીયાધારમાં અઢી ઈંચ વરસાદ
છોટાઉદેપુર, પાવીજેતપુરમાં સવા બે ઈંચ વરસાદ
ભરૂચ, ડોલવણમાં બે-બે ઈંચ વરસાદ
સાગબારા, ગણદેવીમાં 2-2 ઈંચ વરસાદ
ખેરગામ, કઠલાલ, લીલીયામાં પોણા બે ઈંચ વરસાદ
બોડેલી, શિનોર, કપરાડામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ
કામરેજ, ધરમપુરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ
આ પણ વાંચો
Rain: તહેવારોમાં જ મેઘરાજા ગુજરાતને ઘમરોળશે, જાણો કઇ તારીખોમાં છે વરસાદની લેટેસ્ટ આગાહી
કોઈપણ જાતનો માથાનો દુખાવો મટાડવો છે તો કરો અહીં દર્શન