Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં સવારથી મેઘમહેર, બે કલાકમાં 55 તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ, વાંચો આંકડા
Rain: ગુજરાતના પૂર્વ, મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. દમણ દાદરાનગર હવેલી, તાપી ભરૂચ, ડાંગ, સુરત વલસાડ, પંચમહાલ, ખેડા, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદનું અનુમાન છે

Gujarat Rain: છેલ્લા બે અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદી માહોલ જબરદસ્ત રીતે જામ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક સાંબેલાદાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પુરની સ્થિતિ ઉભી થઇ છે. આજે સુરત બાદ નર્મદા જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો છે. હવામાન વિભાગે જાહેર કરેલા લેટેસ્ટ આંકડા પ્રમાણે આજે સવાર 6 થી 8 દરમિયાન 55 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ લુણાવાડામાં બે કલાકમાં 3.43 ઇંચ ખાબક્યો છે. આ ઉપરાંત દાહોદના ફતેપુરામાં પણ 2.36 ઇંચ પડતા હાલાકી ઉભી થઇ છે. વાંચો અહીં સવારના વરસાદી આંકડા...
આજે સવારે 6થી 8 માં 55 તાલુકામાં વરસ્યો વરસાદ
લુણાવાડામાં 2 કલાકમાં ખાબક્યો 3.43 ઈંચ વરસાદ
દાહોદના ફતેપુરામાં 2 કલાકમાં ખાબક્યો 2.36 ઈંચ વરસાદ
તાપીના કુકરમુંડામાં બે કલાકમાં ખાબક્યો 2.09 ઈંચ વરસાદ
સંતરામપુરમાં 2 કલાકમાં ખાબક્યો બે ઈંચ વરસાદ
કડાણામાં 2 કલાકમાં ખાબક્યો દોઢ ઈંચ વરસાદ
તાપીના વ્યારામાં 2 કલાકમાં સવા એક ઈંચ વરસાદ
નર્મદાના સાગબારામાં 2 કલાકમાં સવા એક ઈંચ વરસાદ
સુરતના માંડવીમાં 2 કલાકમાં ખાબક્યો એક ઈંચ વરસાદ
પંચમહાલના મોરવાહડફમાં 2 કલાકમાં એક ઈંચ વરસાદ
ડાંગના આહવામાં 2 કલાકમાં પોણો ઈંચ વરસાદ
સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં પોણો ઈંચ વરસાદ
વઘઈ, વિરપુર,શહેરામાં અડધો ઈંચ વરસાદ
ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુરતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 13.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. કામરેજમાં 10.6 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે પલસાણામાં 8.1 ઈંચ વરસાદ વરસ્યો છે. બારડોલીમાં છેલ્લા 24 કલાકમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. 33 તાલુકામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 72 તાલુકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
30 જૂન સુધી ગુજરાતમાં વરસાદ વરસશે
ગુજરાતના પૂર્વ, મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. દમણ દાદરાનગર હવેલી, તાપી ભરૂચ, ડાંગ, સુરત વલસાડ, પંચમહાલ, ખેડા, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર ગીર સોમનાથ,ભાવનગર અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદનું જોર ઓછું છે જે આગામી 2થી3 દિવસમાં વધશે. બોટાદ, રાજકોટ અને દેવભૂમિ દ્રારકમાં ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠામાં પણ 30 જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી છે. આવનાર બેથી ત્રણ દિવસમાં અમદાવાદમાં પણ વરસાદનું પ્રમાણ વધી શકે છે. ઉપરાંત ગાંધીનગમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 જુલાઇ સુધીમાં ઉત્તર ગુજરાત કચ્છમાં વરસાદનું જોર વધશે અને ભારે વરસાદનું અનુમાન છે.





















