શોધખોળ કરો

Monsoon Update: ઉપરવાસના વરસાદથી ઉપલેટાના વેણુ-2 ડેમમાં નવા નીર આવ્યા, જળસપાટી 46.72 ફૂટે પહોંચી

Monsoon Update: ગુજરાતમાં પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને રાહત મળી રહી છે, પ્રથમ રાઉન્ડમાં જ ગુજરાતમાં કેટલાક જળાશયો અને નદીઓમાં નવા નીર આવ્યા છે

Monsoon Update: ગુજરાતમાં પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને રાહત મળી રહી છે, પ્રથમ રાઉન્ડમાં જ ગુજરાતમાં કેટલાક જળાશયો અને નદીઓમાં નવા નીર આવ્યા છે. અત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટમાં જબરદસ્ત રીતે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલ જામ્યો હોવાથી ઉપલેટામાં આવેલા વેણુ-2 ડેમમાં નવા નીર આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઉપલેટાના વેણુ-2 ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ છે. ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલમાં ત્રણ ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે. નવા નીરની આવકથી વેણુ-2 ડેમની જળસપાટી અત્યારે 46.72 ફૂટે પહોંચી છે. અત્યારે ડેમમાંથી 1963 ક્યૂસેક પાણીની આવક છે. 

ગુજરાતમાં 24 કલાકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકશે, 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

ચોમાસું બરાબર જામ્યુ છે, મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે, ત્યારે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 24 કલાક ભારે રહેશે, હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં 30 થી 40 કિમીની ઝડપથી પવન ફૂંકાશે અને ભારે વરસાદ ખાબકી શકે છે. નિષ્ણાંતનું કહેવુ છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે. 

વરસાદને લઇને ગુજરાત માટે મોટુ અપડેટ સામે આવ્યુ છે, ગુજરાતના જાણીતી આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં હવે આગામી 24 કલાક પાણી પાણી થઇ જશે. આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની પુરેપુરી શક્યતાઓ છે. અંબાલાલ પટેલે જણાવ્યુ કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે. 

અંબાલાલ પટેલ આગાહી કરતાં જણાવ્યુ છે કે, ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. જેમાં ખાસ કરીને ભાવનગર, બોટાદ, અમરેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આગામી 15મી અને 16મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 17 થી 24 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આગાહી પ્રમાણે, ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ દરમિયાન રાજ્યમાં 30થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે. સૌરાષ્ટ્ર અને  કચ્છમાં  ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

બુધવારે  કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.  આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.  સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.   

ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. 

સૌરાષ્ટ્રમાં સિઝનનો 30.21 ટકા વરસાદ

રાજ્યમાં વર્ષ 2024માં સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 30.21 ટકા વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત કચ્છમાં 4.89 ઈંચ સાથે સિઝનનો 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઈંચ સાથે સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઈંચ સાથે સિઝનનો 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઈંચ સાથે 15.66 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં 20 તાલુકામાં 20થી 40 ઈંચ, 47 તાલુકામાં 10થી 20 ઈંચ, 82 તાલુકામાં 5થી 10 ઈંચ, 13 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.  વલસાડમાં સૌથી વધુ 20.74 ઈંચ, નવસારીમાં 20.82 ઈંચ, જૂનાગઢમાં 18.33 ઈંચ વરસાદ વરસયો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

વિડિઓઝ

Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget