શોધખોળ કરો

Gujarat Rain: હવામાન વિભાગે રાજ્યમાં કઇ તારીખ સુધી સામાન્ય વરસાદની કરી આગાહી?

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અષાઢી જેવો માહોલ સર્જાયો છે.  છેલ્લા થોડા દિવસથી જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અષાઢી જેવો માહોલ સર્જાયો છે.  છેલ્લા થોડા દિવસથી જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. રવિવારે પણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ શહેરમાં જ રવિવારે માત્ર એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જ્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડાના ગ્રામ્ય પંથકમાં દાત્રાણા, ઉમરાળા સહિતના વિસ્તારોમાં બેથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદરના પારાવડા, મોભીયીવદર, સમીર ગામે દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ વીરપુરમાં પણ દોઢથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો  તો ધારી, સાવરકુંડલામાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ તરફ મધ્ય ગુજરાતના ભરૂચમાં પણ બપોરે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. રાજ્યમાં હજુ પણ 15 ઓક્ટોબર સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. મગફળી, સોયાબીન, કપાસ અને કઠોળના પાકને નુકસાન થવાની ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

ગીર સોમનાથના તાલાલાના વાડલા, આકોલવાડી, રસુલપરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બોટાદના ઢસા, જલાલપુર, માંડવા, વિકળીયા, પાટણા, માલપરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. જૂનાગઢના જોશીપરાના ઓઘડનગરમાં વરસાદને પગલે પાણી ભરાયા હતા. મહીસાગર જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો હતો. વીરપુર, લુણાવાડા તાલુકા ધામોદ, લાલસર, ઉચરપી સહિતના ગામોમાં પાછોતરા વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતી છે.

અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વરસાદથી રસ્તા પર વહેતા થયા પાણી, ધરતીપુત્રોની વધી ચિંતા

 રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. આજે અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વાસીયાળી, મેવાસા સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. વરસાદ પડતા ખેતરો જવાના ગાડા માર્ગ અને ગામના રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

મહિસાગર જિલ્લામાં સાર્વર્ત્રિક વરસાદ

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સંતરામપુર તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ,બાલાસિનોર તાલુકામાં એક ઇંચ વરસાદ,લુણાવાડા તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના વીરપુર,ખાનપુર અને કડાણા તાલુકામાં પણ વરસાદ છે. જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેતીને નુકસાન થવાની આશંકા સેવાઇ રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Embed widget