શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ચોમાસું સક્રિય: 111 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો.
  • દક્ષિણ ગુજરાતમાં જલાલપોરમાં 5.75 ઈંચ મહત્તમ વરસાદ પડ્યો.
  • નવસારીમાં ભારે વરસાદથી શહેરી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.
  • સૌરાષ્ટ્રના જૂનાગઢ, ધોરાજીમાં પણ બીજા દિવસે વરસાદ વરસ્યો.

Gujarat Rain:  ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે.

જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ, નવસારી જિલ્લામાં ધોધમાર વરસ્યો

હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 4.80 ઈંચ, પારડીમાં 3.82 ઈંચ અને પલસાણામાં 3.07 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ચીખલીમાં 2.48 ઈંચ, મહુવામાં 2.17 ઈંચ, નાનાપોંઢામાં 1.97 ઈંચ, કપરાડામાં 1.85 ઈંચ, બારડોલી અને સુરત શહેરમાં 1.73-1.73 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગણદેવીમાં 1.65 ઈંચ, ઉમરપાડામાં 1.54 ઈંચ, વાલોડમાં 1.50 ઈંચ, ઉમરગામમાં 1.42 ઈંચ અને વાપીમાં 1.38 ઈંચ વરસાદ વરસ્યો છે.

નવસારીમાં બે કલાકમાં ધોધમાર વરસાદ

નવસારી શહેર અને જિલ્લામાં આજે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. માત્ર બે કલાકમાં જ જલાલપોરમાં 2.36 ઈંચ, નવસારીમાં 2.13 ઈંચ અને ગણદેવીમાં 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શાંતાદેવી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે કેટલીક દુકાનો અને સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.

નવસારીના જલાલપોરમાં 24 કલાકમાં 5.75 ઈંચ વરસાદ બાદ આજે સવારે 6થી 8માં વધુ અઢી ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જલાલપોર ઉપરાંત નવસારી શહેરમાં 2.13 ઈંચ જ્યારે ગણદેવીમાં 1.61 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી નવસારી શહેરના રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. શાંતાદેવી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દુકાનો અને સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા. 

જૂનાગઢ અને ધોરાજીમાં પણ વરસાદી માહોલ

સૌરાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટાં વરસ્યાં છે. ભવનાથ સહિત શહેરના વિવિધ વિસ્તારો તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

Frequently Asked Questions

ગુજરાતમાં કયા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે?

ગુજરાતમાં ચોમાસું સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કયા તાલુકામાં નોંધાયો છે?

હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ નોંધાયો છે. તે નવસારી જિલ્લામાં આવેલું છે.

નવસારી શહેરમાં વરસાદની શું અસર જોવા મળી?

ધોધમાર વરસાદને કારણે નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શાંતાદેવી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ કેવો રહ્યો?

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. જૂનાગઢ અને ધોરાજી સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget