શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નદીઓમાં આવ્યા ઘોડાપૂર

Gujarat Rain Update: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain Update: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ નર્મદા, ભરૂચ,તાપી,ગીર સોમનાથ,જૂનાગઢ,દીવ,દ્વારકા,બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે માછીમરોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

સાંજે 4 વાગ્યા સુધી વરસાદના આંકડા

કામરેજ   5 ઈંચ

પલસાણા   4 ઈંચ

માંડવી (સુરત)  3 ઈંચ

વિસાવદર   3 ઈંચ

કુકાવાવ, વડિયા  3 ઈંચ

મહુવા (સુરત)  3 ઈંચ

જૂનાગઢ   3 ઈંચ

જૂનાગઢ શહેર  3 ઈંચ

વલસાડ   3 ઈંચ

વાપી   2 ઈંચ

ભાવનગરમાં છવાયો વરસાદી માહોલ

ઉમરાળા તાલુકાના ગામડાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તાલુકાના લીમડા,જળીયા, માંડવા, ઠોડા, હડમતીયા, લાખાવાડ, પીપીળી, ભૂતિયા, રઘોળા સહિતના ગામડામાં મેઘ મહેર જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા છે. જ્યારે બીજી બાજુ ગામના નાના ચેકડેમ, તળાવોમાં પણ નવા નીર આવ્યા છે. સતત ત્રીજા દિવસે ઉમરાળા તાલુકામાં વરસાદનાં મંડાણ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

જુનાગઢમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જોપીપરા,ઝાંઝરડા,મોતી બાગ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વરસાદ આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.

તાપીમાં છવાયો વરસાદી માહોલ

વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થયો છે. શહેરના સ્ટેશન રોડ,નવા બસ ડેપો સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

પોરબંદરના વાતાવરણમાં પલટો

થોડા દિવસના આકરા બફારા બાદ આજે સાંજે પોરબંદરમાં વરસાદની પધરામણી થઈ છે. સાંજે 5 વાગ્યાથી વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

મહીસાગરમાં મેઘમહેર

મહીસાગર જિલ્લાના અરવલ્લી જિલ્લાના સરહદીય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લુણાવાડા તાલુકાના ધામોદ, લાલસર, સાધકપુર, વિરપુર, લાલસર, બાલાસિનોર, સંતરામપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.

રાજકોટ જિલ્લાના ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી),મોટી ખિલોરી,મેતા ખંભાળીયા, વાસાવડ, ધરાળા, રાણસીકી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ પંથકમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
તો ગોંડલના શિવરાજગઢ અને આસપાસના વિસ્તારોમાં બેથી અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોંડલની કમઢીયા નદી બે કાંઠે વહેતી જોવા મળી છે તો શિવરાજગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા છે.

વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

વલસાડ જિલ્લા માં પડી રહેલા વરસાદને લઈને નદીઓ બે કાંઢે વહેતી જોવા મળી છે. વલસાડના વાપી ખાતે આવેલ દમણગંગા નદી પરનો વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે. છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે. વલસાડની જીવાદોરી સમાન દમણગંગા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. કપરાડા, દાદરા અને નગરહવેલી અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદને લઈને નદીમાં પાણીની ભારે આવક નોંધાઇ છે. જેને લઈને વાપી ખાતે આવેલ દમણગંગા નદી પર નો વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો હતો. વાપીવાસીઓને પીવાનું પાણી આ વિયરકમકોઝવેમાંથી જ આવે છે. પ્રથમ જ સારા વરસાદથી વાપીનો વિયરકમ કોઝવે ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ધોધમાર વરસાદને પગલે નદીમાં ઘોડાપુર

વડીયાના ખાનખીજડિયા ગામની નદીમાં ઘોડાપુર આવ્યું છે. ધોધમાર વરસાદને પગલે નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉપરવાસના ગામોમાં ધોધમાર વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો છે.તોરી રામપુર અને ખાન ખીજડિયા ગામે ધોધમાર  વરસાદ પડ્યો છે. ચોમાસાની શરૂઆતમાં નદીનાળાઓ આવક થતા લોકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Embed widget