શોધખોળ કરો
ગુજરાત રાજ્યસભા ચૂંટણી: કૉંગ્રેસે રાજય ચૂંટણી પંચ સમક્ષ બે મુદ્દે ઉઠાવ્યો વાંધો, જાણો વિગતે
રાજ્યસભાની ચૂંટણીને લઇ ગણતરીની મિનિટોમાં ચૂંટણીનું પરિણામ જાહેર થવામાં હતું ત્યારે કૉંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ વાંધો ઉઠાવ્યો છે.

ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણીને લઇ ગણતરીની મિનિટોમાં ચૂંટણીનું પરિણામ જાહેર થવામાં હતું ત્યારે કૉંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ વાંધો ઉઠાવ્યો છે. આજ કારણે પરિણામમાં વિલંબ થયો છે. કૉંગ્રેસ તરફથી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કેસરી સિંહના મતને લઇ આ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કૉંગ્રેસની વાંધા અરજી પર મુખ્યમંત્રીની ચેમ્બરમાં બેઠક શરુ છે. કોંગ્રેસે આ અંગે અરજી કરી છે કે આ બંને ધારાસભ્યોના મત રદ્દ કરવા જોઈએ. કોંગ્રેસે અરજીમાં કારણ દર્શાવ્યું છે કે ભુપેન્દ્રસિંહની સબજયુડીશ્યલ મેટર હોવાના કારણે મત અલગ રાખવામાં આવે અને કેસરીસિંહનાં પ્રોકસી વોટને લઇને વાંધો ઉઠાવ્યો છે. આ અરજીના કારણે મત ગણતરીમાં વિલંબ થયો છે. આ મામલે દિલ્હીથી શું જવાબ આવે છે તેની રાહ જોવાઈ રહી છે.
વધુ વાંચો





















