શોધખોળ કરો
Advertisement
Gujarat Monsoon 2020: રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 88 ટકાથી વધુ વરસાદ વરસ્યો, કચ્છ ઝોનમાં સૌથી વધુ
સૌરાષ્ટ્ર ઝોનમાં 119.18 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં 81.68 ટકા વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર: રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 88.55 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 150.87 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 119.18 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં 81.68 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો 68.02 ટકા વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતમાં 54.21 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત 206 જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ 188394 એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ 56.39 ટકા જેટલો થયો છે. રાજ્યના 64 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત 64 જળાશયો એવા છે કે જે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે.
સરદાર સરોવર સહિત 25 જળાશયો એવા છે કે જેમાં 50 થી 70 ટકા પાણી ભરાયા છે. 25 થી 50 ટકા વચ્ચે 28 જળાશયો જયારે 25 ટકાથી ઓછા ભરાયા હોય એવા 24 જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.
રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે 131 માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયત હસ્તકના 119 માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement