વેક્સિનેશન અભિયાનમાં ગુજરાતની સિદ્ધિ, રાજ્યમાં રસીકરણનો કુલ આંક 4 કરોડને પાર
ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું.
વેક્સિનેશન અભિયાનમાં ગુજરાતને વધુ એક સિદ્ધિ મળી છે. રાજ્યમાં રસીકરણનો કુલ આંક 4 કરોડને પાર કરી ગયો છે. રાજયમાં અત્યાર સુધીમાં 3 કરોડ 3 લાખ 22 હજાર 944 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અને 97 લાખ 38 હજાર 764ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તો આ તરફ પર મિલિયન વેકસીનેશનમાં પણ ગુજરાત દેશમાં મોટા રાજ્યોમાં અગ્રેસર છે. રાજ્યમાં કુલ 2.18 કરોડ કરતા વધુ પુરૂષો જ્યારે 1.80 કરતા વધુ મહિલાઓએ રસી લીધી.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં હાલ 183 એક્ટિવ કેસ છે અને 7 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ગઈકાલે 3,73,162 દર્દીઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં કોરોના માટે અભૂતપૂર્વક રસીકરણ થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધારે કોરોનાની રસીના ડોઝ અપાયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરા શહેરમાંથી સૌથી વધુ 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યમાંથી વધુ 18 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,921 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે.
ક્યાં ન નોંધાયા કોરોનાના કેસ
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડમાં એક પણ કેસ નથી નોંધાયો.