Gandhinagar News: બદલી ઇચ્છુક શિક્ષકો માટે રાહતના સમાચાર, નવા નિયમો સાથેનો ઠરાવ તૈયાર, જાણો ક્યારે યોજાશે કેમ્પ
ઘણા લાંબા સમયથી શિક્ષકો તેની બદલીની માંગણીને લઇને પરેશાન હતા. આ મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે
![Gandhinagar News: બદલી ઇચ્છુક શિક્ષકો માટે રાહતના સમાચાર, નવા નિયમો સાથેનો ઠરાવ તૈયાર, જાણો ક્યારે યોજાશે કેમ્પ Gujarat state board to announce new rules for teachers transfer Gandhinagar News: બદલી ઇચ્છુક શિક્ષકો માટે રાહતના સમાચાર, નવા નિયમો સાથેનો ઠરાવ તૈયાર, જાણો ક્યારે યોજાશે કેમ્પ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/9d39b823eb095f4f9f563431bc1336d5168388329961581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર:ઘણા લાંબા સમયથી શિક્ષકો તેની બદલીની માંગણીને લઇને પરેશાન હતા. આ મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે અને થોડા દિવસમાં બદલી કેમ્પ પણ શરૂ થશે. શિક્ષકોની બદલી માટે નવા નિયમો સાથેનો ઠરાવ રજૂ કરવામાં પણ આવશે. બદલીના મુદાના લઇને શિક્ષક સંધ સાથે બેઠકો યોજાઇ હતી. જો કે નિર્ણય શિક્ષકોની તરફેણમાં આવતા શિક્ષકો માટે રાહતના સમાચાર છે.
30,000 કરતાં વધારે ઓનલાઇન બદલીની પ્રક્રિયા પુરી કરી ચુકેલા શિક્ષકોની બદલી થશે. આજે નવા નિયમો સાથેનો ઠરાવ બહાર પડશે. વેકેશન ખુલતા પહેલા બદલી કેમ્પ .યોજાશે.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના સતત પ્રયત્ન તથા આઠ જેટલી શિક્ષણ વિભાગ અને મંત્રીઓ સાથે થયેલ બેઠકો પછી આજે નવા નિયમો સાથે ઠરાવ તૈયાર કરવામાં આવ્યો છે તે સરકાર દ્રારા બહાર પાડવામા આવશે, આ નવા ઠરાવમાં જિલ્લા ફેર બદલી, લુકા બદલી, આંતરીક બદલી તથા અરસપરસ બદલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નો આગ્રહ હતો કે વેકેશન પહેલા બદલી કેમ્પ પુરા થાય.જેના આવકારતા આ નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનિય છે કે, ઓનલાઈન બદલી કેમ્પના કારણે કેટલાક શિક્ષકોએ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી. કોર્ટ કેસના કારણે શિક્ષણ વિભાગે બદલી પ્રકિયા કેમ્પ મોકૂફ રાખ્યા હતા.ગુજરાતમાં શિક્ષકોની અટકી પડેલી બદલી અને શિક્ષકોની નવી ભરતીના પ્રશ્નો ઉકેલવા માટે રાજ્ય સરકાર દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. ત્યારે હવે નવા નિયમ મુજબ બદલીની પ્રક્રિયા હાથ ઘરાતા શિક્ષકો માટે રાહતના સમાચાર છે.
Indian Fisherman News : પાકિસ્તાને 198 ભારતીય માછીમારોને કર્યો જેલ મુક્ત, હજુ 467 માછીમારો કેદ
Indian Fisherman News :પાકિસ્તાને 198 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. આ માછીમારો બે દિવસમાં વેરાવળ પહોંચશે. 198માંથી 183 ગુજરાતના છે.
પાકિસ્તાને 198 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. આ માછીમારો બે દિવસમાં વેરાવળ પહોંચશે. 198માંથી 183 ગુજરાતના છે. તમામ માછીમારો કરાંચીથી વાઘા બોર્ડર જવા રવાના થઈ ગયા છે. ત્યાંથી ટ્રેન મારફતે વેરાવળ લવાશે. જો કે ચિંતાજનક બાબત એ છે કે હજું પણ 467 માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે તો 1169 બોટ પણ પાકિસ્તાનના કબ્જામાં છે.
ઉલ્લેખનિય છે કે, ગાંધીનગર ખાતે કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મત્સ્યોદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી. મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના માછીમારો સ્વસ્થ રીતે માછીમારી કરી શકે અને માછીમારી કરીને આર્થિક રીતે સધ્ધર થાય તેમજ રાજયના મત્સ્ય ઉત્પાદન વધારો થાય તેવા નેક ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓનો લાભ લઇ આજે રાજ્યના અનેક માછીમારો આત્મનિર્ભર બન્યા છે. રાજ્યના વધુમાં વધુ માછીમારો સુધી રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ પહોચે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી મત્સ્યોદ્યોગ ખાતા સાથે જોડાયેલા દરેક વ્યક્તિની છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)