Gujarat Corona Impact: આ જાણીતા સ્વામિનારાયણ મંદિરમાં નહીં યોજાય ફાગણી પૂનમનો રંગોત્સવ, જાણો વિગત
મંદિરમાં 28 માર્ચના રોજ યોજાતો ફાગણી પૂનમનો રંગોત્સવ રદ્દ કરવામાં આવ્યો છે. પૂનમના દિવસે અહીંયા હજારો ભક્તો આવતા હોય છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વડતાલઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં આવતીકાલે રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે કોર્પોરેશનોને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલાં ભરવાની છૂટ આપી છે.
આ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ મંદિરે પણ કોરોના વાયરસના વધતાં સંક્રમણને લઇ મોટો નિર્ણય લીધો છે. મંદિરમાં 28 માર્ચના રોજ યોજાતો ફાગણી પૂનમનો રંગોત્સવ રદ્દ કરવામાં આવ્યો છે. પૂનમના દિવસે અહીંયા હજારો ભક્તો આવતા હોય છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના ચાર શહેરોમાં નાઇટ કર્ફ્યૂ
ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાજ્યની વિજય રૂપાણી સરકારે રાત્રિ કર્ફ્યૂની ફરી એકવાર જાહેરાત કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આવતી કાલે 17મી માર્ચથી રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આગામી 31મી માર્ચ સુધી આ નાઇટ કર્ફ્યૂ અમલી રહેશે. હવે રૂપાણી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાતના 10 પછી આ ચાર શહેરમાં એસટી બસ પ્રવેશ નહીં કરે. એસટી નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ચારેય કરફ્યુગ્રસ્ત શહેરોમાં આ નિર્ણય લાગુ પડશે.
રાત્રી કરફ્યુના નિર્ણય પર st વિભાગ સજ્જ થઈ ગયું છે. એસટીમાં મુસાફરી કરતા પેસેંજરો માટે મહત્વના સમાચાર સમાચાર આવ્યા છે. 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો નહીં જાય. પેસેંજરોને રાત્રે 10 વાગ્યા બાદ ન નીકળવા st નિગમે અપીલ કરી છે. એડવાન્સ બુકીન્સના પેસેંજરોને ટેલિફોનીક સૂચના આપવામાં આવી છે. મહાનગરો સિવાયના પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે. આજથી જ પેસેંજરોને 10 વાગ્યા બાદ ન નીકળવા st નિગમે અપીલ કરી છે.
ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશે પણ કોરોના પર કાબુ મેળવવા નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. શિવરાજ સરકારે બુધવાર રાતથી ભોપાલ અને ઈન્દોરમાં નાઇટ કર્ફ્યૂ નાંખવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના આઠ શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બજારો બંધ રહેશે. આ શહેરોમાં જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છીંદવાડા, બુરહાનપુર, બૈતૂલ અને ખરગોન સામેલ છે. આ શહેરોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ નહીં રહે પરંતુ બજારો બંધ રખાશે.