શોધખોળ કરો

આજથી ગુજરાતમાં ટ્રાફિક નિયમનો કડક અમલ થશે, જાણો કેટલો ભરવો પડશે દંડ?

કાયદા પાલન માટે ટૂંકી સમયમર્યાદા આપી હોવાના કારણે લોકો કામધંધા પડતા મૂકીને વાહન સંબંધિત ડોક્યુમેન્ટસ ભેગા કરવામાં લાગી ગયા છે.

અમદાવાદઃ ટ્રાફિક નિયમ ભંગ બદલ આકરા દંડની જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટનો આજથી તા.૧૬ના સોમવારથી અમલ થવાનો છે. પરંતુ આકરા દંડ સામે લોકોમાં વિરોધ, ગુસ્સો, નારાજગી હોવાના કારણે આજથી પોલીસ અને પ્રજા વચ્ચે ઠેર ઠેર ઘર્ષણ સર્જાવાની પૂરી શક્યતા છે. કાયદા પાલન માટે ટૂંકી સમયમર્યાદા આપી હોવાના કારણે લોકો કામધંધા પડતા મૂકીને વાહન સંબંધિત ડોક્યુમેન્ટસ ભેગા કરવામાં લાગી ગયા છે. પીયુસીથી માંડી હેલ્મેટમાં વધુ પૈસા પડાવાઈ રહ્યા છે. લોકો લૂંટાઈ રહ્યા છે છતાં સરકાર મૂકપ્રેક્ષક બની છે. પહેલાં ડોક્યુમેન્ટ ભેગા કરવામાં લૂંટાયા હવે કાલથી ડોક્યુમેન્ટ નહીં હોય તો દંડ ભરીને લોકો લૂંટાશે. લાઈસન્સ, વીમો,પીયુસી,આરસી બુક (PUC, license, RC book, insurance) સાથે ન હોય તો અત્યાર સુધી 100 રૂપિયા દંડ કરવામાં આવતો હતો. નવા નિયમ પ્રમાણે પહેલી વખતનો દંડ 500 રૂપિયા અને બીજી વખત દંડ થશે તો 1000 રૂપિયાનો કરવામાં આવશે. અડચણ રૂપ પાર્કિંગ એને કાચ પર ડાર્ક ફિલ્મ માટે પહેલા 100 રૂપિયા દંડ હતો.જે નવા નિયમ પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયા દંડ થશે. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પકડાય તો 1000 હજાર રૂપિયા દંડ થાય છે. તેમ નવા સુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયા કરવામાં આવશે. હેલમેન ન પહેર્યુ હોય અથવા તો ફોર વ્હિલર ચાલાવતા સમયે સિટ બેલ્ટ ન બાંધલો હોય તો અત્યારે 100 રૂપિયા દંડ થાય છે. નવા નિયમ પ્રમાણે પહેલી વખત 500 અને બીજી વખત 1000 હજાર રૂપિયા થશે. ટુ વ્હિલર પર ત્રીપલ સવારી હોય તો પહેલા 100 રૂપિયા દંડ થતો જે નવા નિયમ પ્રમાણ પણ 100 રૂપિયા દંડ કરવામાં આવશે.ભયજનક રીતે વાહન ચલાવનારને અત્યારે 1000 હજાર રૂપિયા દંડ થાય છે. જે નવા નિયમ પ્રમાણે થ્રી વ્હિલરને 1500,એલ.એમ.વીને 3000 હજાર અને અન્ય વાહનને 5000 રૂપિયા દંડ થશે. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પકડાય તો 1000 હજાર રૂપિયા દંડ થાય છે. તેમ નવા સુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયા કરવામાં આવશે. હેલમેન ન પહેર્યુ હોય અથવા તો ફોર વ્હિલર ચાલાવતા સમયે સિટ બેલ્ટ ન બાંધલો હોય તો અત્યારે 100 રૂપિયા દંડ થાય છે. નવા નિયમ પ્રમાણે પહેલી વખત 500 અને બીજી વખત 1000 હજાર રૂપિયા થશે. ઓવર સ્પીડીંગ વાહનચાલકને અત્યારે 400 રૂપિયા દંડ થય રહ્યો છે. 16 સપ્ટેમ્બરથી પ્રથમ વખત ટુ અને થ્રી વ્હિલરને 1500,એલ.એમ.વી.ને 2000 હજાર રૂપિયા અને અન્ય વાહનને 4000 રૂપિયા થશે. અને જો બીજી વખત દંડ થશે તો ટુ અને થ્રી વ્હિલરને 2000, એલ.એમ.વીને 3000 રૂપિયા અને અન્ય વાહન માટે છ મહિના માટે લાયસન્સ ધરાવવામાંથી ગેરલાયક ઠેરવાશે. અમદાવાદ શહેરમાં છેલ્લા ૭ વર્ષમાં એટલે કે ૩૦મી જૂન ૨૦૧૨થી ૨૦૧૯ સુધીમાં વાહન ચાલકોને ટ્રાફિક ભંગના અધધ ૧૪ લાખ મેમા ફટકારીને રૂ.૧૮૩ કરોડનો જંગી દંડ વસૂલાયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા વસૂલવામાં આવેલા દંડમાં સીસીટીવી ઈ-ચલણનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વાહનચાલકો પાસેથી જંગી દંડ વસૂલવા છતાં પણ લોકોને ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરવામાં આવતા નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget