(Source: Poll of Polls)
ગુજરાત યુનિ. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે આખરે કેમ થઇ મારામારી, 4 વિદેશી વિદ્યાર્થી ઇજાગ્રસ્ત
ગુજરાત યુનિ. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. યુનિવર્સિટીના હોસ્ટેલના A બ્લોક વિધાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના બની છે.
આ ઘટનાની જાણ કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને થતા તેઓ તાત્કાલીક એસવીપી હોસ્પિટલ ખાતે દાખલ વિદ્યાર્થીઓનાં ખબર અંતર પૂછવા દોડી ગયા હતા. તેમજ આ સમગ્ર ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. અમદાવાદ: ગુજરાત યનિવર્સિટીની હોસ્ટિલના A બ્લોકમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થતાં વિદ્યાર્થીઓ બાખડી પડ્યાં હતાં. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીમાં કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા. જેને SVP હોસ્પિટલ ખસેડાયા છે. આખરે વિદ્યાર્થી કેમ બાખડી પડ્યાં અને શું છે સમગ્ર મામલો જાણીએ
શું છે સમગ્ર ઘટના
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી મારામારીની ઘટનાને વિગતે સમજીએ તો મળેલી માહિતી મુજબ ઉઝબેકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના 4 મુસ્લિમ વિદ્યાર્થીઓ તેમના રૂમમાં નમાઝ અદા કરી રહ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો હતો, બાદ બંને વિદ્યાર્થીના જુથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને મામલો ગરમાતા મારામારી પર વિદ્યાર્થીઓ ઉતરી આવ્યાં હતા. જેના કારણે 4 વિદેશી વિદ્યાર્થીઓ ઘવાયા હતા. ઘાયલ વિદ્યાર્થીઓને તાબડતોબ એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બંને જુથના વિદ્યાર્થીઓની નમાજ મુદ્દે થયેલી બોલા ચાલી બાદ મામલો વધુ ગરમાયો હતો અને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કેમ્પલમાં પણ તોડફોડ કરી હતી અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના મોડી રાત્રે બની હતી.
ઘટનાની જાણ થતાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટનામાં AIMIMના ઓવૈસીની પણ એન્ટ્રી થઇ હતી તેમણે કોઇ વ્યક્તિએ કરેલી પોસ્ટને રિપોસ્ટ કરી હતી અને સમગ્ર ઘટનાને વખોડી હતી.
लोकतांत्रिक बिनसांप्रदायिक महान भारत देश मे "वसुधैव कुटुम्बकम्" का नारा लगाने वालों के शासन मे गुजरात यूनिवर्सिटी के विदेशी मुस्लिम छात्रों पर हुए हमले मे विधायक इमरान खेडावाला और पूर्व विधायक गयासुद्दीन शैख़ द्वारा न्याय की मांग। @GujaratPolice @VikasSahayIPS @gujuni1949 pic.twitter.com/nx8qI4dHse
— Gyasuddin Shaikh (@Gyasuddin_INC) March 17, 2024
આ ઘટનાની જાણ કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને થતા તેઓ તાત્કાલીક એસવીપી હોસ્પિટલ ખાતે દાખલ વિદ્યાર્થીઓનાં ખબર અંતર પૂછવા દોડી ગયા હતા. તેમજ આ સમગ્ર ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી.