રાજ્યના લોકોને ગરમીથી થોડી રાહત મળશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગે શું કહ્યું ? જાણો
ગુજરાત (Gujarat)માં ગરમીની શરુઆત થઈ ગઈ છે, પરંતુ સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવને લઈ કોઈ આગાહી કરવામાં આવી નથી.
ગાંધીનગર: ગુજરાત (Gujarat)માં ગરમીની શરુઆત થઈ ગઈ છે, પરંતુ સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવને લઈ કોઈ આગાહી કરવામાં આવી નથી. જેને લઈ રાજ્યના લોકોને થોડા દિવસો સુધી કાળઝાળ ગરમીથી રાહત મળશે. આ વર્ષે માર્ચ મહીનાની શરુઆતથી જ કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઇ છે. છેલ્લા એક સપ્તાહથી તો ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કેટલાક શહેરોમાં તો તાપમાન માર્ચ મહીનામાં જ 40 ડિગ્રીને પાર કરી ગયુ હતું. હવામાન વિભાગ (Meteorological Department) ના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે જેને લઈને હીટવેવની કોઈ આગાહી કરવામાં નથી આવી.
અરબી સમુદ્રમાંથી ભેજ પણ આવી રહ્યો છે.જેના કારણે તાપમાન સામાન્ય નોંધાયા રહ્યું છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેતા હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. જેના કારણે હિટવેવની આગાહી પરત ખેંચી છે. આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.હવામાં ભેજ હોવાના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે. રાજ્યભરમાં છેલ્લા સપ્તાહથી જોવા મળી રહેલી હીટવેવની અસર ઠંડી પડી છે એટલે કે ગરમીનો પારો ગગડ્યો છે અને તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગે હાલ રાજ્યમાં હીટવેવની સંભાવના નકારી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે, આવા વાતાવરણના કારણે લોકોને ઉકળાટનો સામનો કરવો પડશે.
હીટવેવની અસરથી શું થાય છે.
હીટવેવ દરમિયાન શરીર અને હાથ પગમાં અસહ્ય દુ:ખાવો થાય છે. તાપના કારણે ચક્કર આવે છે. ખૂબ જ તરસ લાગે છે. ગભરામણ, શ્વાસ ચડવો અને હ્રદયના ધબકારા વધી જાય છે. ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ. ઉનાળામાં સફેદ અને સુતરાઉ કપડા પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃધ્ધો અને અશક્ત વ્યક્તિઓએ તડકામાં જવાનું ટાળવું જોઈએ. દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઈએ. શક્ય હોય તો લીંબુ શરબત પીવું જોઈએ. ભીના કપડાથી માથું ઢાકી રાખવું જોઈએ અને ભીના કપડાથી શરીર લુછવું જોઈએ.