શોધખોળ કરો

ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી

આગામી 3 દિવસ અસહ્ય ઉકળાટ સહન કરવો પડશે, પણ ત્યારબાદ સાબરકાંઠા, અરવલ્લી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા મહેર કરશે. તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગ: ગુજરાતમાં 30 મેથી કમોસમી વરસાદની આગાહી.
  • અમદાવાદ સહિત અનેક શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન.
  • 30 મેથી 1 જૂન દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ.
  • ગરમીથી રાહતની સાથે પાક નુકસાનનો ખેડૂતોને ભય.

gujarat rain forecast may 30: ગુજરાતમાં અત્યારે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે. અમદાવાદમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને અસહ્ય બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલા ગુજરાતીઓ માટે હવામાન વિભાગે એક મોટા અને રાહત આપનારા સમાચાર આપ્યા છે. આગામી 3 દિવસ પછી એટલે કે 30 મેથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને લોકોને દઝાડતી ગરમીમાંથી મોટી રાહત મળશે.

ક્યારે અને ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, 30 મેથી 1 જૂન સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે.

30 મે: સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વાતાવરણ પલટાશે અને વરસાદ પડશે.

31 મે: આ ત્રણ જિલ્લાઓની સાથે-સાથે દાહોદ અને પંચમહાલમાં પણ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે.

1 જૂન: આ દિવસે વરસાદનું જોર વધશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વાવાઝોડા જેવા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. આ કમોસમી વરસાદથી વાતાવરણમાં સારી એવી ઠંડક પ્રસરી જશે.

જોકે, અચાનક વાતાવરણ પલટાવાની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારથી જ અરવલ્લી અને બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે કમોસમી વરસાદ તેમના પાકને નુકસાન પહોંચાડી શકે છે.

હાલ ગરમીથી લોકોની હાલત કફોડી

હાલ તો ગુજરાતમાં ગરમીએ માઝા મૂકી છે. રાજ્યના 7 જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદ 43 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં 42.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ 13 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી, 85 kmphની ઝડપે પવન ફૂંકાશે!

મે મહિનાની આકરી ગરમી અને અસહ્ય ઉકળાટના કારણે લોકોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. રાત્રે પણ પવન સાવ બંધ રહેતો હોવાથી (ઝાડનું એક પાંદડું પણ નથી હલતું) લોકોને પંખા લઈને ઘરની બહાર બેસવાનો વારો આવ્યો છે. કાળઝાળ ગરમીથી ઘરો જાણે 'તપેલા'ની જેમ તપી રહ્યા છે અને એસીની અસર પણ નહિવત થઈ ગઈ હોય તેવું લાગે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તો ભેજવાળા પવનોને કારણે અકળામણ એટલી વધી ગઈ છે કે સિનિયર સિટીઝન્સના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે અને હાર્ટ ફેલ થવાનો ડર સતાવી રહ્યો છે. જોકે, હજુ આગામી 4 દિવસ લોકોને આવી જ અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડશે, પણ ત્યારબાદ વરસાદ આવતા જ ગરમીથી છુટકારો મળશે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ

Frequently Asked Questions

ગુજરાતમાં ક્યારથી વાતાવરણમાં પલટો આવશે?

આગામી 3 દિવસ પછી, એટલે કે 30 મેથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. આ કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.

30 મે થી 1 જૂન દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ પડશે?

30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ પડશે. 31 મેના રોજ દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદ આવશે. 1 જૂને બનાસકાંઠા, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

કમોસમી વરસાદથી હવામાનમાં શું ફેરફાર થશે?

ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકવાથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આનાથી લોકોને દઝાડતી ગરમીમાંથી મોટી રાહત મળશે.

હાલમાં ગુજરાતના કયા શહેરોમાં સૌથી વધુ ગરમી છે?

અમદાવાદ 43 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. ગાંધીનગર અને રાજકોટમાં 42.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Advertisement

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget