શોધખોળ કરો
Advertisement
Gujarat Weather: આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ખાબકી શકે છે ભારેથી અતિભારે વરસાદ, જાણો વિગત
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 91 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 159.12 ટકા વરસાદ વરસ્યો છે.
અમદાવાદ: રાજ્યમાં હજુ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, સુરેંદ્રનગરમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે.. ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 91 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 159.12 ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરથી 66 ડેમો છલોછલ ભરાયા અને 105 ડેમ હાઈએલર્ટ પર છે.
ભારે વરસાદના પગલે રાજયના 102 રસ્તા બંધ થયા છે. જેમાં 6 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 93 રસ્તાઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ જૂનાગઢ અને વડોદરાના 9-9 રસ્તાઓ બંધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement