Gujarat Weather: રાજ્યમાં 13 માર્ચથી 18 માર્ચ આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં ફરી એકવાર આગામી ત્રણ દિવસ માવઠાની શક્તા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરના કારણે કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડશે.
Gujarat Weather:રાજ્યમાં ફરી એકવાર આગામી ત્રણ દિવસ માવઠાની શક્તા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરના કારણે કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડશે.
હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવશે, 13માર્ચથી 18 માર્ચે તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને વાદળછાયુ વાતાવરણ જોવા મળશે તો ખાસ કરીને આ ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ. ઉતર ગુજરાતમાં કમોસમી વરસાદ ખેડૂતની ચિંતામાં વધારો કરી શકે છે.
13 માર્ચે ક્યાં પડશે વરસાદ
કચ્છ,વલસાડ, નવસારી,સુરત,તાપી,નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા,દાહોદ, ભાવનગર, અમેરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે.
14 માર્ચે આ જિલ્લામાં પડશે વરસાદ
દમણ દાદરા નગર હવેલી, નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં કમોસમી વરસાદ પડવાનો અનુમાન છે.
15 માર્ચે ક્યાં પડશે કમોસમી વરસાદ
તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી, કચ્છમાં પણ આ દિવસે માવઠાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
14 થી 18 દરમિયાન ફરી માવઠું
હવામાન વિભાગે 14 થી 18 માર્ચ દરમિયાન ફરી માવઠાની આગાહી વ્યક્ત કરતા ખેડૂતોની ચિંતા વધી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ તે જ ગતિથી પવન સાથે રાજ્યમાં 18 માર્ચ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. હવે જો વરસાદ પડશે તો ખેતરોમાં બાકી રહેલો તૈયાર રવિ પાકને ફરીથી નુકસાન થશે.પાછોતરા ઘઉં જીરું લસણ ડુંગળી ચણા અને ધાણાના પાકને ફરીથી નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોએ સમય સૂચકતા દાખવી તૈયાર પાક ન પલડે તે માટે વ્યવસ્થાઓ કરવીની પણ સૂચના અપાઇ છે. તો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
Gujarat Corona: રાજ્યમાં કોરોનાના 51 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવ્યા
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 51 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 32 કેસ નોંધાયા છે. રાજ્યમાં H3N2 નવા વાયરસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ત્યાં કોરોના વાયરસના કેસ પણ સતત વધવા લાગ્યા છે.
24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 6, સુરત જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો થયો છે.