શોધખોળ કરો

ગુજરાતના ક્યા વિસ્તારોમાં પડ્યો વરસાદ, હાલ ક્યા વિસ્તારોમાં પડી રહ્યો છે ઝરમર વરસાદ ?

રાજ્યના અનેક ભાગોમાં આજે એટલે ગુરુવાર રાત્રિથી હવામાનમાં પલટો આવશે અને ત્રણ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે.

અમદાવાદઃ ગુજરાતમાં રવિવાર સુધી એમ ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં આજે વરસાદ પડ્યો છે. આજે સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સુરત જિલ્લાના કેટલાંક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી છાંટા પડી રહ્યા છે. મોડી રાત્રે કામરેજ, મહુવા વિસ્તારમાં ડિસ્ટબન્સ સર્જાયું હતું. ગુરૂવારે બપોરે  મહુવા વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. નવસારીના વાંસદા તાલુકાના બારતાડ અને ઉનાઈ ગામમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. સમગ્ર સુરત જિલ્લામાં હાલ  વાદળ છાયું વાતાવરણ છવાયું છે. આજે સવારથી સુરત, નવસારી, તાપી અને અમરેલી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગે ત્રણ દિવસ સુઘી વરસાદની આગાહી કરી છે અને 12 ડિસેમ્બર સુધી  દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કિનારાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. સાથે  ઠંડી પણ ઘટવાની શક્યતા છે. અરબ સાગરમાં ચક્રવાતની અસરથી આ માવઠું થવાની શક્યતા છે. અલબત્ત ચક્રવાતની અસર ગુજરાતના ભાગોમાં ન થાય અને  ચક્રવાત સમુદ્રમાં સમાઈ જાય કે ઓમાન તરફ ફંટાઈ જાય એવી પણ શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં આજે એટલે ગુરુવાર રાત્રિથી હવામાનમાં પલટો આવશે અને ત્રણ દિવસ  વાદળછાયુ વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતમાં 10 ડિસેમ્બરથી 13  ડિસેમ્બર સુધી છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી  કરી છે. 10 ડિસેમ્બર બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે. ત્યાર બાદ 13 ડિસેમ્બર ને રવિવાર સુધીમાં ગમે ત્યારે આ  વિસ્તારમાં માવઠું પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને નવસારી-વલસાડમાં જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય-ગુજરાતમાં વરસાદ પડે તેવી વકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

Embed widget