શોધખોળ કરો
દારૂના અડ્ડ઼ા પર પોલીસે પાડ્યા દરોડા, મહિલા બુટલેગર કોરોના પોઝિટીવ નીકળતા આઠ જવાનોનું શું થયું?
આરોગ્ય વિભાગની ટીમે આખા ગામને માસ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યું હતું. તે સિવાય મહિલાના પરિવારના ત્રણ સભ્યોના સેમ્પલો લઈ ક્વોરેન્ટાઇન કરાયા હતા.

તાપીઃ તાપીમાં દારૂની રેડ પડવા ગયેલી પોલીસની ટીમ પર કોરોનાનો ખતરો મંડરાઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, તાપી જિલ્લાના વ્યારાના માયપુર ગામે એક મહિલા બુટલેગરને ત્યાં જિલ્લા એલસીબીએ દરોડા પાડ્યા હતા. બાદમાં મહિલાનું સેમ્પલ લઇને લેબમાં મોકલવવામાં આવતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. મહિલા બુટલેગર કોરોના પોઝિટીવ આવતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું અને મહિલા બુટલેગરની ધરપકડ કરનારા 6 પોલીસકર્મી અને 2 જીઆરડી મળી 8 જવાનોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.તે સિવાય આરોગ્ય વિભાગની ટીમે આખા ગામને માસ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યું હતું. તે સિવાય મહિલાના પરિવારના ત્રણ સભ્યોના સેમ્પલો લઈ ક્વોરેન્ટાઇન કરાયા હતા.
વાસ્તવમાં વ્યારાના માયપુર ગામે ત્રણ દિવસ અગાઉ દેશી દારૂનો અડ્ડો ચલાવતી મહિલા બુટલેગર કંસાબેન સેવનભાઈ ગામીતને ત્યાં એલસીબીએ દરોડા પાડ્યા હતા. એલસીબીએ 10 લીટર દારૂ કબ્જે કરી મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી. બાદમાં વ્યારા કોવિડ 19 હોસ્પિટલમાં મહિલા બુટલેગરનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. 24 કલાક બાદ રિર્પોટ કોરોનો પોઝિટિવ આવ્યો હતો.કંસાબેન ગામીત છેલ્લા 2 માસથી માયપુરની બહાર કોઈ જગ્યાએ પ્રવાસ કર્યો નથી. એટલું જ નહી તેમના કોઇ લક્ષણો પણ જોવા મળ્યા નહોતા. મહિલાની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
વધુ વાંચો
Advertisement





















