(Source: ECI/ABP News/ABP Majha)
લોકગાયિકા ગીતા રબારીને ઘરે જઈને રસી આપવા મુદ્દે હેલ્થ વર્કરે શું કર્યો ખુલાસો ? બીજો શું થયો ઘટસ્ફોટ ?
ગીતા રબારીનો સ્લોટ ભુજ તાલુકાના ઢોરી પ્રાથમિક આરોગ્ય કેનદ્રમાં નોંધાયો હતો. ગઈ કાલે DDO દ્વારા આરોગ્ય કેન્દ્રના ફીમેલ હેલ્થ સુપરવાઈઝરને ખુલાસો આપવા નોટિસ આપવામાં આવી હતી, જેનો જવાબ કાલે સંતોષ કારક ના મળતા આજે ફરી નોટિસ આપવામાં આવી છે અને આજે ૧૨ વાગ્યા સુધી ખુલાસો આપવા માટે જાણવામાં આવ્યું છે.
ભુજઃ લોક ગાયિકા ગીતા રબારીએ ઘરમાં વેક્સીન લેતા વિવાદ ઉભો થયો છે. લોકડાઉન દરમ્યાન સરેઆમ કાયદાનું ઉલ્લધન કરી રાજ્યભરમાં ડાયરાઓની અને ખાનગી કાર્યક્રમોમાં રંગત જમાવનાર ગીતા રબારી વિવાદ કચ્છમાં હવાની જેમ પ્રસર્યો છે.
કોરોનાની જાગૃતિલક્ષી ટીવી જાહેર ખબરોમાં સુફિયાણી સલાહ આપતી આ લોકગાયીકાએ પોતે જ નિયમનો ભંગ સમાન કામ કર્યું હોવાથી લોકોમાં તેની સામે અને આરોગ્ય તંત્ર સામે રોષ ઊભો થયો. જાણકાર લોકો પાસે મળતી માહિતી અનુસાર, ગીતા રબારી ખાસ રસી લેવા અમદાવાદના નિવાસ સ્થાનથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને રશિ લેવા કચ્છ આવ્યા હતા.
ગીતા રબારીનો સ્લોટ ભુજ તાલુકાના ઢોરી પ્રાથમિક આરોગ્ય કેનદ્રમાં નોંધાયો હતો. ગઈ કાલે DDO દ્વારા આરોગ્ય કેન્દ્રના ફીમેલ હેલ્થ સુપરવાઈઝરને ખુલાસો આપવા નોટિસ આપવામાં આવી હતી, જેનો જવાબ કાલે સંતોષ કારક ના મળતા આજે ફરી નોટિસ આપવામાં આવી છે અને આજે ૧૨ વાગ્યા સુધી ખુલાસો આપવા માટે જાણવામાં આવ્યું છે.
Gujarat Corona cases: રાજ્યમાં કોરોનાના 455 કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 8 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 455 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9997 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1063 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.53 ટકા છે.
ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,34,501 વ્યક્તીઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 1063 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.53 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 8,00,075 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 10249 પર પહોંચ્યો છે. જેમાંથી 253 દર્દી વેન્ટિલેટર પર અને 9996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.53 ટકા છે.

આજે સુરત કોર્પોરેશનમાં 1, અમદાવાદ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, સાબરકાંઠા 1 મોત સાથે કુલ 6 લોકોના મોત થયા છે. રાજ્યમાં સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના સાજા થવાનો દર 97.53 ટકા છે.