શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ જાણીતા લોકગાયક લંડનમાં કોરોનાનો ભોગ બન્યા, સાજા થયા ને અચાનક થયું મોત, શું છે કારણ ?
હાલ સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે મૂળ ગુજરાતી સિંગર વિજય ગઢવીનું લંડનમાં મોત નિપજ્યું છે. વિદેશમાં સ્થાયી થયેલા વિજય ગઢવી કોરોનાનો ભોગ બન્યા છે તેવું જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું.
હાલ સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મૂળ ગુજરાતી સિંગર વિજય ગઢવીનું લંડનમાં મોત નિપજ્યું છે. વિદેશમાં સ્થાયી થયેલા વિજય ગઢવી કોરોનાનો ભોગ બન્યા છે. નોંધની છે કે, બે કે ત્રણ દિવસ પહેલાં જ વિજય ગઢવી કોરોનામાંથી સ્વસ્થ થયા હતાં. સિંગરના મોતના સમાચાર સાંભળતા ચાહકોમાં નિરાશા જોવા મળી હતી.
જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે, મૂળ મહેમદાવાદના વતની એવા ગુજરાતી સિંગર વિજય ગઢવી બે કે ત્રણ દિવસ પહેલા જ કોરોનાને મ્હાત આપી હતી. જોકે આજે અચાનક વિજય ગઢવીનું લંડનમાં મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. વિજય ગઢવીનું મોત થતાં પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું જ્યારે ગુજરાતી ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે, મૂળ મહેમદાવાદના વતની એવા ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવી છેલ્લા ઘણા સમયથી લંડનમાં સ્થાયી થયા હતા. જોકે તેમનું લંડનમાં અવસાન થતાં ગુજરાતી સમાજ અને તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ગુજરાતી સિંગર વિજય ગઢવીને થોડા દિવસો અગાઉ કોરોના સંક્રમણના લક્ષણો દેખાતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.
ત્યાર બાદ વિજયને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓ સારવાર બાદ સ્વસ્થ બની બે કે ત્રણ દિવસ અગાઉ જ હોસ્પિટલમાંથી રજા મેળવીને ઘરે પરત ફર્યા હતાં.
જોકે, ગતરોજ પુન: તબિયત બગડતા સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન સિંગર વિજય ગઢવીએ અંતિમ શ્વાસ લીધા હતા. વિજય ગઢવી લંડનમાં પોતાની આગળી ઓળખ બનાવી હતી. હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે, કોરોનાને કારણે વિજય ગઢવીનું મોત નિપજ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement