શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતની વિજય રૂપાણી સરકારે કોરોનાના ટેસ્ટ અંગે લીધો મોટો નિર્ણય, રેપિડ- RTPCR બંને નેગેટિવ હોય તો પણ ક્યો ટેસ્ટ કરાયો ફરજિયાત ?
કોરોનાં ટેસ્ટિંગઅંગે રાજય સરકારે બહાર પાડેલી નવી ગાઈડ લાઇન પ્રમાણે પોઝિટિવ દર્દીના હાઇ રિસ્ક કોન્ટેક્ટમાં હોય તેવા વ્યક્તિએ પાંચથી સાત દિવસે રેપિડ એન્ટિજન ટેસ્ટ અવશ્ય કરવાનો રહેશે.
ગાંધીનગરઃ દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ગુજરાતમાં નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી હતી. કેન્દ્રની ટીમના સૂચનો મુજબ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. આ નવી ગાઇડલાઇન પ્રમાણે રેપિડ એન્ટિજન નેગેટિવ હોય તેવા સિમ્પ્ટોમેટિક દર્દીઓનો RTPCR ટેસ્ટ અવશ્ય કરાવવાનો રહેશે. જે દર્દી સિમ્પ્ટોમેટિક હોય અને રેપિડ એન્ટિજન (Rapid) તેમજ RTPCR બંને ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તો તેણે સ્વાઇન ફ્લૂ માટેનો ટેસ્ટ કરાવવાનો રહેશે.
કોરોનાં ટેસ્ટિંગઅંગે રાજય સરકારે બહાર પાડેલી નવી ગાઈડ લાઇન પ્રમાણે પોઝિટિવ દર્દીના હાઇ રિસ્ક કોન્ટેક્ટમાં હોય તેવા વ્યક્તિએ પાંચથી સાત દિવસે રેપિડ એન્ટિજન ટેસ્ટ અવશ્ય કરવાનો રહેશે. આ પૈકી સિમ્પ્ટમેટિક હોય તેવા લોકોના તાત્કાલિક ટેસ્ટ કરવાના રહેશે. પોઝિટિવ દર્દીના હાઇ રિસ્ક કોન્ટેક્ટને હોમ ક્વોરન્ટાઇન રાખી દૈનિક ધોરણે ગાઇડલાઇન મુજબ મોનિટરિંગ કરવાનું રહેશે.
આ ઉપરાંત રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તેવા સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે હવે RTPCR ટેસ્ટ ફરજીયાત કરી દેવાયા છે. જે દર્દી સિમ્પ્ટોમેટિક હોય અને રેપીડ અને RTPCR એમ બન્ને ટેસ્ટ નેગેટિવ આવે તો તેવા દર્દીએ સ્વાઇન ફલૂનો ટેસ્ટ કરાવવો. હાલ જ આવેલ કેન્દ્રની આરોગ્ય ટિમ દ્રારા કરેલ સૂચનોને અનુલક્ષીને કોરોનાં ટેસ્ટને લઇને રાજય સરકારે આ નવી ગાઈડ લાઇન અમલી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion