શોધખોળ કરો

આજથી જ્ઞાન સહાયક ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

સરકારની જાહેરાત અનુસાર, ઉમેદવારો 27 જુલાઈથી 5 ઑગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ત્યારબાદ, મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષણ કહાયકોની નિમણૂક કરવામાં આવશે.

Gyan Sahayak recruitment 2024: હાલમાં, ગુજરાત સરકારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂકની જાહેરાત કરી છે. આ મુદ્દે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. વિસ્તૃત માહિતી મુજબ, હાલમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અનેક વખત માંગણીઓ અને વિરોધ પ્રદર્શનો થયા છે.

સરકારની જાહેરાત અનુસાર, ઉમેદવારો 27 જુલાઈથી 5 ઑગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ત્યારબાદ, મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષણ કહાયકોની નિમણૂક કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે. ભરતી જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શિક્ષણ વિભાગ હેઠળ ગુજરાતની સરકારી અને ખાનગી અનુદાનિત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના’ (સેકન્ડરી અને હાયર સેકન્ડરી)' માટે શાળા સ્તરે 11 મહિનાના કરાર આધારિત 'જ્ઞાન સહાયક'ની જગ્યાઓ ભરવા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી હાલમાં ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી રહી છે.

આ ભરતી અંગે, જ્ઞાન સહાયક (સેકન્ડરી) માટે માસિક નિશ્ચિત પગાર 24,000/  રૂપિયા છે અને વય મર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્ઞાન સહાયક (હાયર સેકન્ડરી) માટે માસિક પગાર 26,000/  રૂપિયા આપવામાં આવશે અને અરજી કરવા માટેની વય મર્યાદા 42 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 27/07/2024 શનિવારથી શરૂ થશે. નોંધપાત્ર છે કે, ઓનલાઈન અરજી બાદ મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં નિયુક્તિ કરવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 05/08/2024 સોમવાર છે, જે દિવસે રાત્રે 11:59 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે.

આ પહેલા પણ જ્ઞાન સહાયકની ભરતી થઈ હતી તે સમયે આ શરતો હતી

આ કરારની મુદત  ૧૧ માસની છે , એટલે કરારની મુદત પુરી થતાં આપ કામગીરી ઉ૫૨થી છુટા થયેલા ગણાશો. ૧૧ માસ પછી રીવ્યુના અંતે જ્ઞાન સહાયકની કામગીરી સંતોષકારક જણાશે તો શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC) દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ જગ્યાની આપની કામગીરી/વર્તણૂક સંતોષકારક નહીં જણાય તો કોઇ પણ જાતની નોટીસ વગર  કરારનો અંત લાવવામાં આવશે. આ૫ના પક્ષે  કરારનો અંત લાવવા માટે એક માસની નોટીસ આપવાની રહેશે. 

આ કામગીરી માટે  રૂ. ૨૧૦૦૦ /- ( એકવીસ હજાર પુરા) ઉચ્ચક માનદ વેતન ચૂકવવામાં આવશે. કરા૨ની મુદત દરમિયાન ઉકત ઉચ્ચક માનદવેતન ઉપર કોઈ પણ પ્રકારનો વધારો, ઇજાફો, ભથ્થાં કે અન્ય નાણાંકીય લાભ મળવાપાત્ર નથી.

આ જગ્યા પર શાળા કક્ષાએ નિયમત શિક્ષકોની ભરતી થતાં, અથવા પ્રતિની રજા કે લાંબી ૨જા ૫૨ ગયેલ શિક્ષક પાછા ફરે, અથવા બદલીથી કોઈ શિક્ષક હાજ૨ થયેથી; અગીયાર  માસ માટે, બે માંથી જે વહેલું હોય તેટલા સમય માટે ઉચ્ચક માનદવેતન મળવાપાત્ર થશે. એટલે કે ૧૧ માસની મુદત પહેલા કોઇ નિયમિત શિક્ષક હાજર થાય તો જ્ઞાન સહાયકને ૧૧ માસની મુદત પહેલા છૂટા કરવામાંઆવશે અને તેમણે બજાવેલ ફ૨જના સમય માટેનું જ માનદ વેતન મળવાપાત્ર થશે.

આ જગ્યા માટે નિયત કરવામાં આવેલ કર્તવ્યો અને ફરજો બજાવવાની રહેશે. તેમજ શાળા વ્યવસ્થાપન રામિતિ દ્વારા વખતો વખત આપની કામગીરીને અનુરૂપ નિર્દેશ કરવામાં આવતી કામગીરી ક૨વાની ૨હેશે. શાળામાં ફરજપાલન માટે નિયત કરેલ સમય પ્રમાણે પૂર્ણકર્ણાલન હાજરી આપવાની રહેશે.

આ કરારની અર્વાધ પૂર્ણ થતાં કામગીરી ઉ૫૨ ચાલુ રહેવા/atવીલ કરાર ક૨વા માટેનો કોઈ હકદાવો કરી શકાશે નહી.

કરારના સમયગાળા દરમ્યાન અવસાન થાય/એક તરફી કરારનો અંત લાવો તો તમોએ બજાયેલ સમયગાળાની એકત્રિત લેણી ૨કમ તેઓના કુટુંબીજનોને/તમોો મળવાપાત્ર થશે. બીજા કોઈ નાણાંકીય લાભ એક્ષગ્રેસીયા લાભ કે રહેમરાહે નોકરી જેવા અનુષાંગિક લાભ મળવાપાત્ર થશે નહી.

જે તે શાળાના અધિકૃત આચાર્યની ૫૨વાનગી વગર આપ મુખ્યમથક છોડી શકશો નહી. જ્ઞાન સહાયકએ શાળામાં કામકાજનાં દિવસો દરમિયાન શાળા સમય તેમજ જરૂર જણાયે શાળાના શૈક્ષણિક સમય ઉપરાંત વધારાના સમય શાળામાં રોકાઇને ઉપચારાત્મક શિક્ષણ, મૂલ્યાંકન, તાલીમ, હોમ ર્નિંગ સહિતની તમામ પ્રકા૨ની શૈક્ષણિક અને સહ શૈક્ષણિક વગેરે પ્રવૃતિઓ ક૨વાની ૨હેશે.

 વેકેશનના સમયગાળા દરમિયાનનું ઉચ્ચક માનદવેતન મળવાપાત્ર રહેશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget