શોધખોળ કરો
કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય રાજ્યમાં હેર સલૂન અને પાન-મસાલાની દુકાનો ખુલશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે લોકડાઉન 4 અંગેની ગાઈડલાઈન જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં વેપાર ધંધાને મજૂરી આપવામાં આવી છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે લોકડાઉન 4 અંગેની ગાઈડલાઈન જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં વેપાર ધંધાને મજૂરી આપવામાં આવી છે. કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં પાન મસાલાની દુકાનો અને હેર સલૂન ખોલવામાં આવશે.
રાજ્યમાં દુકાનો ઓડ અને ઇવન નંબરને ધ્યાનમાં રાખીને ખોલવામાં આવશે. એક દુકાન પર એક સમયે પાંચથી વધુ ગ્રાહકો ન રહેવા જોઇએ. ખૂબ જ કડકાઈની પાલન કરવામાં આવશે. કન્ટેઇન્મેન્ટના લોકોને બહાર અવર-જવર કરવા દેવામાં આવશે નહીં.
રાજ્યમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવશ્ય વસ્તુઓ સિવાયની કોઈ છૂટછાટ આપવામાં નહી આવે. આ ઝોનમાં પહેલાની જેમ જ લોકડાઉનનું કડકાઈથી પાલન થશે. અહીં સવારે 8થી બપોરે 3 કલાક સુધી જ આવશ્યક વસ્તુઓ મળશે. આ ઝોનમાં રહેતા કર્મચારીઓ દુકાનદારો કામ કરવા જઈ શકશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
દેશ
ગાંધીનગર
ગુજરાત
Advertisement
