ACCIDENT: જાણો ગુજરાતના કયા ધારાસભ્યની કારને નડ્યો અકસ્માત?
મોરબી: હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો છે. ધારાસભ્યની કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. કારની ઠોકર લાગતા રીક્ષામા બેઠેલાને ઇજા પહોંચી છે. પુરુષ અને મહિલા ઇજાગ્રસ્ત થયા છે.
મોરબી: હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો છે. ધારાસભ્યની કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. કારની ઠોકર લાગતા રીક્ષામા બેઠેલાને ઇજા પહોંચી છે. પુરુષ અને મહિલા ઇજાગ્રસ્ત થયા છે. જેમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે મોરબી રીફર કરવામાં આવ્યાં છે. જો કે કારમાં સવાર ધારાસભ્ય પરછોતમ સાબરીયાને કોઈ ઈજા પહોંચી નથી. વેગડવાવ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો.
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર
અમદાવાદ શહેરમાં મેટ્રોની શરુઆત થઈ ચુકી છે. હાલ મેટ્રોમાં મુસાફરી કરતા લોકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ મેટ્રો સુધી પહોંચ્યા બાદ મુસાફરોને પોતાના વાહન પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વસ્ત્રાલથી થલતેજ ગામ સુધી અને ગ્યાસપુરથી મોટેરા સ્ટેડિયમ સુધી દોડનારી મેટ્રો સુધી પહોચ્યાં બાદ પોતાના વાહન ક્યાં પાર્ક કરવા તેને લઈને મૂંઝવણમાં હતા. હવે આ સમસ્યાનો નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
14 થી 16 સ્થળોએ બનશે પાર્કિંગ
મેટ્રોના મુસાફરોને પોતાના વાહન પાર્ક કરવા માટે હવે મેટ્રો સ્ટેશન નજીક જ અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, ઓન સ્ટ્રીટ પાર્કિંગ, ઓફ સ્ટ્રીટ પાર્કિંગ સહિતની સુવિધા ઉભી કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ પાર્કિંગની સુવિધા મેટ્રો સ્ટેશનથી 500 મીટરના અંતરના વિસ્તારમાં મળી શકશે. આ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ વિભાગને વાહન પાર્કિંગના પ્લોટની ફાળવણી કરવા સૂચના આપવામાં આવી હતી. આદેશ મળ્યા બાદ એસ્ટેટ વિભાગે પ્લોટની માત્ર મુલાકાત લીધી હતી પરંતુ મેટ્રો શરુ થયા બાદ પણ પાર્કિંગની સુવિધા મળી શકી નહોતી. જો કે, હવે નવા આદેશ મુજબ 14 થી 16 સ્થળોએ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે.
ભાજપના કયા સાંસદે વિધાનસભાની ચૂંટણી લડવાની વ્યક્ત કરી ઇચ્છા?
ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે. નાંદોદ વિધાનસભા બેઠક માટે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું પાર્ટી ટીકીટ આપશે તો લડવા માટે તૈયાર છું. નાંદોદ વિધાનસભા મારી કર્મ અને જન્મભૂમિ છે. ચૂંટણી લડવાની ઈચ્છા તો બધાની હોઈ, પાર્ટી ટીકીટ આપે તો લડવાની ઇચ્છા વ્યક્ત કરી. વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભરૂચ જીલ્લાની જંબુસર અને વાગરા વિધાનસભાના સંભવિત ઉમેદવારોની યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સંબોધિત યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં અનેક અટકળો વહેતી થઈ હતી. આ બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. જે લેટર વાયરલ થયો છે એમાં કોઈ સત્ય નથી. કેટલાક મહત્વકાંક્ષી લોકોએ આ કૃત્ય કર્યું હોવાનો સાંસદ મનસુખ વસાવાએ ખુલાસો પણ કર્યો હતો.





















