શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હાર્દિક પટેલે ત્રણ મહિના ગુજરાત બહાર જવાની મંજૂરી આપવા કરી કોર્ટમાં અરજી, જાણો શું છે કારણ ?
હાર્દિક દ્વારા રજૂઆત કરાઈ છે કે, તેની સામે ચાર કેસો હાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલે 12 અઠવાડિયાં એટલે કે લગભગ ત્રણ મહિના માટે ગુજરાત બહાર જવાની પરવાનગી માગતી અરજી અમદાવાદની સિટી સેશન્સ કોર્ટ સમક્ષ કરી છે. ગુજરાત સરકારે આ અરજીનો વિરોધ કર્યો છે.
આ અરજીમાં હાર્દિકે રજૂઆત કરી છે કે, તાજેતરમાં તેની નિમણૂક ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે કરવામાં આવી છે. કોંગ્રેસમાં હવે તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને વિવિધ બેઠકોમાં ભાગ લેવા માટે દિલ્હી તેમજ ગુજરાત બહારના શહેરોમાં વારંવાર જવાનું થાય છે. જો કે જામીનની શરતોના કારણે તે રાજ્ય બહાર જઇ શકતો નથી.
હાર્દિક દ્વારા રજૂઆત કરાઈ છે કે, તેની સામે ચાર કેસો હાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. આ કેસોનું લિસ્ટીંગ ટૂંક સમયમાં થવાનું છે તેથી કેસોની ચર્ચા માટે સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી તેમજ કપિલ સિબ્બલ સહિતના વકીલો સાથે મુલાકાત કરવી જરૂરી છે. આ કેસોની ચર્ચા માટે વકીલો સાથે રૂબરૂ મુલાકાત સિવાય કોઇ વિકલ્પ ન હોવાથી કોર્ટે જામીનની શરતોમાં ફેરફાર કરવો જોઇએ અને બાર અઠવાડિયા માટે જામીન આપવા જોઈએ.
કોર્ટ દ્વારા 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક સામે નોંધાયેલા રાજદ્રોહ કેસમાં જામીનની શરતના ભાગરૃપે હાર્દિકને ગુજરાત બહાર જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.
હાર્દિકની અરજીના વિરોધમાં રાજ્ય સરકારે રજૂઆત કરી છે કે, હાર્દિકે જામીનની ઘણી શરતોનો ભંગ કર્યો છે અને હાલ આ કેસની ટ્રાયલમાં પણ વિલંબ પહોંચાડી રહ્યો છે. તે ટ્રાયલની સુનાવણીમાં સતત ગેરહાજર રહેતો હોવાથી કોર્ટે જાન્યુઆરીમાં તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યુ હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં કોર્ટે જામીન આપ્યા હતા. અરજદાર આરોપી કોર્ટે દ્વારા મળેલી છૂટછાટનો દુરૃપયોગ કરવા ટેવાયેલો છે. જેથી આ અરજી માન્ય ન રાખવા રાજ્ય સરકારે રજૂઆત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion