ગુજરાત કૉંગ્રેસના ક્યાં દિગ્ગજ પાટીદાર નેતાને થયો કોરોના, જાણો
રાજ્યમાં આજે 10582 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,29,130 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 42 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 142139 પર પહોંચ્યો છે.
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી હતી.
હાર્દિક પટેલે પોતાના ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરની સલાહ અનુસાર ઘરે જ ઉપચાર ચાલું છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી ઝડપથી સાજે થઇ જઇશ.
રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13847 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 172 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7355 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 10582 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,29,130 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 42 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 142139 પર પહોંચ્યો છે. જેમાંથી 637 લોકો વેન્ટિલેટર પર અને 144502 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.78 ટકા છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 21, સુરત કોર્પોરેશન-18, રાજકોટ કોર્પોરેશ 10, વડોદરા કોર્પોરેશન-11, મહેસાણા-4, ભાવનગર કોર્પોરેશન 6, સુરત 6, જામનગર કોર્પોરેશન- 9, જામનગર-7, વડોદરા 6, બનાસકાંઠા 3, ખેડા 1, પાટણ 4, નવસારી 2, ભાવનગર 6, કચ્છ 3, ગાંધીનગર 2, ગાંધીનગર કોર્પોરેશન 0, જૂનાગઢ કોર્પોરેશન 2, આણંદ 1, દાહોદ 1, જૂનાગઢ 5, મહીસાગર 2, સાબરકાંઠા 6, પંચમહાલ 2, વલસાડ 2, અરવલ્લી 2, સુરેન્દ્રનગર 9, ભરૂચ 3, ગીર સોમનાથ 3, મોરબી 1, તાપી 1, રાજકોટ 4, અમદાવાદ 1, નર્મદા 2, પોરબંદર 0, છોટા ઉદેપુર 1, અમરેલી 3, દેવભૂમિ દ્વારકા 0, બોટાદ 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 172 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4980, સુરત કોર્પોરેશન-1795, રાજકોટ કોર્પોરેશ 605, વડોદરા કોર્પોરેશન-547, મહેસાણા-517, ભાવનગર કોર્પોરેશન 410, સુરત 393, જામનગર કોર્પોરેશન- 390, જામનગર-353, વડોદરા 236, બનાસકાંઠા 198, ખેડા 196, પાટણ 169, નવસારી 164, ભાવનગર 163, કચ્છ 161, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 160, જૂનાગઢ કોર્પોરેશન 147, આણંદ 146, દાહોદ 144, જૂનાગઢ 136, મહીસાગર 135, સાબરકાંઠા 135, પંચમહાલ 133, વલસાડ 133, અરવલ્લી 127, સુરેન્દ્રનગર 117, ભરૂચ 113, ગીર સોમનાથ 106, મોરબી 102, તાપી 96, રાજકોટ 95, અમદાવાદ 80, નર્મદા 63, પોરબંદર 56, છોટા ઉદેપુર 54, અમરેલી 45, દેવભૂમિ દ્વારકા 41, બોટાદ 24 અને ડાંગ 22 કેસ સાથે કુલ 13847 કેસ નોંધાયા છે.