Hardik Patel: ગુજરાત કોંગ્રેસના નેતાના ‘રામ મંદિરની ઈંટો પર કૂતરા પેશાબ કરે છે’ નિવેદન પર હાર્દિક પટેલે શું કર્યો પલટવાર ? રામ મંદિરને લઈ શું કહ્યું, જાણો વિગત
Hardik Patel News: પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ હાર્દિક પટેલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં પાર્ટીનો ખેસ ધારણ કરશે.

અમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને ઘણા દિવસથી અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ હાર્દિક પટેલ ઘણા પ્રસંગે ભાજપની પ્રશંસા કરી ચૂક્યો છે તેથી ભાજપમાં જોડાવાની તેમની સંભાવના વધુ છે. હવે આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ મેના અંતમાં ભાજપમાં જોડાશે તેવી વાત સામે આવી છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ હાર્દિક પટેલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં પાર્ટીનો ખેસ ધારણ કરશે. આજે હાર્દિકે ટ્વિટ કરીને કોંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા છે.
હાર્દિકે ટ્વિટ કરીને શું લખ્યું
હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું, મેં પહેલા પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છ. હંમેશા હિન્દુ ધર્મની આસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ નિવેદન આપ્યું છે કે રામ મંદિરની ઈંટો પર કૂતરા પેશાબ કરે છે.
આ ઉપરાંત તેણે લખ્યું કે, હું કોંગ્રેસ અને તેના નેતાઓને પૂછવા માંગુ છું કે તમને ભગવાન શ્રી રામ સાથે શું દુશ્મની છે ? હિન્દુઓથી આટલી નફરત કેમ ? સદીઓ બાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બની રહ્યું છે તેમ છતાં કોંગ્રેસના નેતા ભગવાન શ્રીરામ સામે અનાપ-શનાપ નિવેદન આપી રહ્યા છે.
मैं कांग्रेस और उसके नेताओं से पूछना चाहता हूँ की आपको भगवान श्री राम से क्या दुश्मनी हैं ? हिंदुओ से क्यों इतनी नफरत ? सदियों बाद अयोध्या में भगवान श्री राम का मंदिर भी बन रहा है फिर भी कांग्रेस के नेता भगवान श्री राम के ख़िलाफ़ अनाप-शनाप बयान देते रहते हैं।
— Hardik Patel (@HardikPatel_) May 24, 2022





















