સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં વાવાઝોડા પગલે આરોગ્ય વિભાગ એક્ટીવ, 631 મેડિકલ ટીમ અને 302 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય
ચાર દિવસમાં 1148 સગર્ભાઓને હોસ્પિટલમાં શિફ્ટ કરાઇ છે. 1148 પૈકી 680 સગર્ભાઓની સફળતાપૂર્ણ પ્રસુતિ કરાઈ છે.
Cyclone Biparjoy effect: સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડા પગલે આરોગ્ય વિભગા એક્ટીવ છે. 631 મેડિકલ ટીમ અને 302 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 202 જેટલી 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવામાં રાઉન્ડ ધ કલોક માટે એલર્ટ મોડમાં છે. વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પગલે 851 ક્રિટીકલ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
જામનગરમાં 127, જુનાગઢમાં 101, કચ્છમાં 2314 ક્રિટિકલ કેર બેડની સુવિધા કરાઈ છે. રાજકોટમાં 710 મોરબીમાં, 37 ગીર સોમનાથમાં, 193 અને દેવભૂમિ દ્વારકામાં 65 ક્રિરીકલ બેડની સુવિધા કરાઈ છે. પોરબંદરમાં 20, જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનમાં 127, જુનાગઢ મ્યુ. કોર્પોમાં 97 અને રાજકોટ મ્યુ. કોર્પોમાં 60 ક્રિટીકલ બેડ સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવ્યા છે.
ચાર દિવસમાં 1148 સગર્ભાઓને હોસ્પિટલમાં શિફ્ટ કરાઇ છે. 1148 પૈકી 680 સગર્ભાઓની સફળતાપૂર્ણ પ્રસુતિ કરાઈ છે.
વાવાઝોડું બિપરજોયે ગુજરાતમાં દસ્તક આપ્યા બાદ તબાહી મચાવી છે. વાવાઝોડાની ઝડપનો અંદાજ પહેલાથી જ લગાવવામાં આવ્યો હતો, વાવાઝોડું દરિયાકાંઠે પહોંચતા જ તેણે તબાહી મચાવી દીધી હતી. સૌથી પહેલા તો આ વાવાઝોડાની અસર ગુજરાતના જખૌ બંદર પર જોવા મળી હતી. બિપરજોયે ગુજરાતમાં ઘણા લોકોને ઇજા પહોંચાડી છે, ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે અને ઘણા ગામોમાં ઇલેક્ટ્રિક વાયર તૂટી ગયા છે. વાવાઝોડાની આ તબાહી બાદ હવે રાહત અને બચાવનું કામ ચાલી રહ્યું છે.
IMD દ્વારા કહેવામાં આવ્યું છે કે Biperjoy શુક્રવાર, 16 જૂને નબળું પડી જશે. પવનની ગતિ પણ ઘણી ઓછી થશે, ત્યારબાદ આ વાવાઝોડાની દિશા દક્ષિણ રાજસ્થાન તરફ વળશે.
તેજ ગતિના પવનોએ તબાહી મચાવી હતી
15મી જૂને સાંજે વાવાઝોડું બિપરજોયે ગુજરાતના જખૌ બંદર પર જોરદાર દસ્તક આપી હતી. આ દરમિયાન પવનની ઝડપ 115 થી 125 કિમી પ્રતિ કલાકની રહી હતી. કેટલીક જગ્યાએ સ્પીડ વધુ જોવા મળી હતી. આ લેન્ડફોલ બાદ અનેક જગ્યાએ વીજ થાંભલા તૂટી ગયા હતા.
ચક્રવાતી તોફાનના લેન્ડફોલ બાદ ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં લગભગ 22 લોકો ઘાયલ થયા છે. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી. આ વાવાઝોડાને કારણે ઘણા પ્રાણીઓના મોત થયા છે, ગુજરાતમાં કામ કરતા અધિકારીઓના જણાવ્યા અનુસાર, 23 પ્રાણીઓના મોત થયા છે. આ સિવાય 900થી વધુ ગામડાઓમાં હાલમાં વીજળી નથી.