Gujarat Weather: ગુજરાતમાં બે દિવસ પડશે આકરો તાપ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
ગુજરાતમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એપ્રિલ મહિનાની શરુઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલમાં હિટવેવની શક્યતા નહિવત છે.
ગાંધીનગર: ગુજરાતમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એપ્રિલ મહિનાની શરુઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલમાં હિટવેવની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સમયમાં 1થી 2 ડિગ્રી તાપમાન વધશે. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનામાં આમ તો તાપમાન સામાન્ય રહેશે પરંતુ પ્રથમ સપ્તાહમાં બે દિવસ તાપમાનમાં વધારો થશે. બાદમાં તાપમાન સામાન્યથી નીચુ રહેશે. રાજ્યના તાપમાનમાં સામાન્ય કરતા એક ડિગ્રીનો ઘટાડો થશે.
એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન સામાન્ય રહેશે. એપ્રિલના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં પણ સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયુ છે. સૌથી વધુ તાપમાન અમરેલી જિલ્લામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. એપ્રિલ મહિનાથી શરુઆતથી જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.
આગામી ત્રણ મહિના પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી
એક તરફ તમામ રાજકીય પક્ષો અને કાર્યકરો લોકશાહીના સૌથી મોટા પર્વ સામાન્ય ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસો માટે મોસમના અપડેટ જારી કર્યા છે. IMD DG મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે એપ્રિલથી જૂન મહિના દરમિયાન મેદાની વિસ્તારોના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમીની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ સમયે દેશભરમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે.
એપ્રિલ-જૂન મહિનામાં આકરી ગરમી પડશે - હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ અપડેટ મુજબ, એપ્રિલ અને જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની સંભાવના છે, જે દરમિયાન ગરમીનું મોજું લગભગ 10 થી 20 દિવસ સુધી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે માહિતી આપતાં જણાવ્યું કે પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને ઉત્તર ઓડિશાના કેટલાક ભાગોમાં પણ તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન ગરમીના મોજાની સૌથી ખરાબ અસર ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, એમપી, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ, આંધ્રપ્રદેશમાં જોવા મળી શકે છે.
ભારતના ઘણા ભાગોમાં આકરી ગરમી પડશે - હવામાન વિભાગ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલ અને જૂન મહિના દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ, પૂર્વોત્તર રાજ્યો અને ઉત્તર ઓડિશાના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે. એપ્રિલમાં દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે, મધ્ય દક્ષિણ ભારતમાં આની વધુ સંભાવના છે.