શોધખોળ કરો

Heat Wave: આગામી પાંચ દિવસ ગરમી ભૂક્કા કાઢશે, મતદાનના દિવસે જ તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચશે

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ ઉંચકાઇ શકે છે. આગામી 7મી મેએ એટલે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના મતદાનના દિવસે હીટવેવની આગાહી કરવામાં આવી છે

Heat Wave: ગુજરાતમાં એપ્રિલ મહિનો તપી રહ્યો છે, માર્ચ માસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી, રાજકોટ અને અમદાવાદ સહિતના કેટલાક શહેરમાં તાપમાનનો પારો 40ને પાર પહોંચી રહ્યો છે. હવે આ કડીમાં ગરમીનો પારો હજુ પણ વધવાની આગાહી કરવામાં આવી છે. લેટેસ્ટ આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ ઉંચકાઇ શકે છે. આગામી 7મી મેએ એટલે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના મતદાનના દિવસે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 7 મેથી 9 મે સુધી ગુજરાતમાંકાળઝાળ ગરમી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, કચ્છ-સૌરાષ્ટ્રમાં હીટવેવ યથાવત રહેશે, આ ઉપરાંત પોરબંદર, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ચાર શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી પહોંચશે તો અન્ય ચાર શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. ખાસ વાત છે કે, આ દિવસોમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન અમરેલી સહિતના વિસ્તારોમાં નોંધાશે. વલ્લભવિદ્યાનગર, વડોદરામાં 41 ડિગ્રીથી વધુ તાપમાન પહોંચશે. 

આગામી 4 દિવસ આ શહેરોમાં પડશે આગ ઝરતો તાપ, હવામાન વિભાગે કરી આગાહી - 
આજથી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, પોરબંદર, ભાવનગર, કચ્છ, દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ છે. આકાશમાંથી વરસેલી અગનવર્ષાથી રાજ્યમાં  ગરમીનો પારો સતત ઉંચે જઇ રહ્યો છે.  સાત શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જશે.  ચૂંટણીના મતદાનના દિવસે જ ઓરેન્જ એલર્ટના સંકેત છે.સ

આકરી ગરમીના પ્રકોપમાં કચ્છ-સૌરાષ્ટ્ર શેકાયું. 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. તો ભૂજ, અમરેલી, રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. હજુ પણ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી છે.

આગામી 10 દિવસ અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 41.4 ડિગ્રી તાપમાનમાં અમદાવાદ શેકાયું  છે.  છ મે સુધી તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

તો પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ કાળઝાળ ગરમી વર્તાઇ રહી છે.  17 સ્થળોનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર ગયું છે.  આંધ્ર પ્રદેશમાં તાપમાનનો પારો 46 ડિગ્રીથી ઉંચે ગયો છે. .. કાળઝાળ ગરમીને લીધે કેરળમાં છ મે સુધી સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે.

તો બીજી તરફ વિપરિત વાતાવરણ છે. જ્યાં ભારે હિમવર્ષાને લઈને જમ્મુ-કશ્મીરમાં જનજીવન પ્રભાવિત થયું છે.  ભારે હિમવર્ષાથી જમ્મુ-કશ્મીર નેશનલ હાઈવે છ દિવસથી બંધ કરવામાં આવ્યો છે.  શ્રીનગરથી લેહ જવા પર્યટકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ  વિસ્તારમાં જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓની અછત છે.

ઉત્તરાખંડમાં 10 મેથી શરૂ  ચારધામની યાત્રા શરૂ થશે.  અત્યાર સુધીમાં 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કરી રજિસ્ટ્રેશન ચૂક્યા છે. યાત્રા શરૂ થયા બાદ શ્રદ્ધાળુઓની સંખ્યા વધશે, ગયા વર્ષે 55 લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથ  પહોંચ્યા હતા.ચારધામમાં દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓના દર્શનની મર્યાદા નક્કી  કરાઇ છે.  કેદારનાથ ધામમાં એક દિવસમાં 15 હજાર શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન, તો 16 હજાર શ્રદ્ધાળુઓ કરી શકશે બદ્રીનાથ ધામના દર્શન.. યમુનોત્રીમાં નવ હજાર તો ગંગોત્રીમાં 11 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
Embed widget