(Source: ECI/ABP News/ABP Majha)
Heat waves: રાજ્યમાં કાળઝાળ ગરમી માટે રહો તૈયાર, કચ્છમાં ત્રણ દિવસ હીટવેવની આગાહી
Heat waves: રાજ્યમાં ગરમીના તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી હતી
Heat waves: રાજ્યમાં ગરમીના તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગામી ત્રણ દિવસ કચ્છમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી હતી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારમાં ઉકળાટ અનુભવાશે. હવામાન વિભાગે કહ્યું હતું કે રાજ્યમાં આજથી ગરમીમાં વધારો થશે. અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીને પાર જશે. સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જશે તો ગાંધીનગરમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે. સૌરાષ્ટ્ર દરિયાકાંઠના વિસ્તારમાં અકળામણ અનુભવાશે.
હવામાન વિભાગે રાજ્યમાં આકરા તાપ સાથે વરસાદની આગાહી કરી હતી. 13થી 15 એપ્રિલ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. 13 એપ્રિલે વલસાડ, નવસારીમાં, 13 એપ્રિલે સુરત, ગીર સોમનાથમાં, 14 અને 15 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદમાં, 14 અને 15 એપ્રિલે નર્મદા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઇ છે.
વરસાદની પણ કરાઇ આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં ફરી હવામાન પલટાના સંકેત આપ્યાં છે, 11 એપ્રિલ બાદ તાપમાનમાં રાહત મળશે પરંતુ આ સાથે વાદળાછાયું વાતાવરણ રહેશે તો ક્યાંક હળવા ઝાપટાનું પણ અનુમાન છે. રાજ્યના હવામાનમાં ફરી એક વાર પલટો જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જો કે બે દિવ પછી માવઠાનો અનુમાન વ્યક્ત કર્યો છે.
રાજ્યના હવામાન વિભાગે ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે, 11 એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો અનુમાન છે. ખાસ કરીને વલસાડ, સુરત, નવસારીમાં ભારે મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. સ્કાયમેટે પણ આગામી 2 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે.
તો બીજી તરફ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 12 રાજ્યોમાં હિટ વેવ મોજું યથાવત છે. IMDના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ રાજ્યોમાં ગરમી વધુ વધશે.
તેલંગાણા અને ઉત્તર તમિલનાડુના ઘણા ભાગો, કેરળના અલગ ભાગો, તટીય આંધ્ર પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પણ તાપમાન વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 12 એપ્રિલ સુધી આકાશ સ્વચ્છ રહેશે. 13મી એપ્રિલે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 17 થી 21 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.