ગુજરાતમાં મેઘતાંડવ, અનરાધાર વરસાદથી રાજ્યના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો, જાણો ક્યાં ડેમ થયા ઓવરફ્લો
ગુજરાત ભારે વરસાદ હવે આફતરૂપ બની રહ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢના કેટલાક ગામમાં પૂર જેવી સ્થિતિ છે. અનરાધાર વરસાદના કારણે રાજ્યના 38 ડેમ ઓવરફ્લો થયા છે.
Dam overflow: ગુજરાત ભારે વરસાદ હવે આફતરૂપ બની રહ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢના કેટલાક ગામમાં પૂર જેવી સ્થિતિ છે. અનરાધાર વરસાદના કારણે રાજ્યના 38 ડેમ ઓવરફ્લો થયા છે.
ગુજરાતના ક્યા ડેમ ઓવરફ્લો થયા?
રાજકોટનો આજી ડેમ -2 ઓવરફ્લો થયો છે, જેની સપાટી જેની સપાટી 30.10 ફૂટ છે.રાજકોટનો આજી ડેમ 3 ઓવરફ્લો થયો છે, જેની સપાટી 26.70 ફૂટ છે.આજી ડેમ 3 ઓવરફ્લો થયો છે, જેની જળસપાટી 26.70 ફૂટ પર પહોંચી છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાનો ફોફળ-1 ડેમ ઓવરફ્લો થયો.
સુરતનો ઉકાઇ ડેમ ઓવરફ્લો થયો છે, ઉકાઈ ડેમની જળ સપાટી હાલ 341.38 ફૂટ પર છે. વેરી ડેમ ઓવરફ્લો થયો છે, જેની જળ સપાટી 9.40 ફૂટ છે.મોતીસર ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 14.80 ફૂટ પર છે.ખોડાપીપર ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 7.90 ફૂટ પર છે.છાપરવાડી-1 ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 14.50 ફૂટ છે.
નવસારી જિલ્લામાં આવેલ જૂજડેમની જળસપાટી 167.55 પર પહોચતા ઓવરફલો થયો છે. જુનાગઢ માળીયા હાટીનાનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થઇને ભયજનક સપાટીએ પહોંચ્યો છે. જુનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-2 ડેમ ઓવરફ્લો થયો છે. ભાવનગર જિલ્લા ના જીવાદોરી. સમાન શેત્રુંજી ડેમ ફરી એકવાર થયો છે. જેના તમામ 59 દરવાજા ખોલી દેવાયા છે. જામનગર જિલ્લાનો ધુડશીયાનો વોડિસંગ ડેમ ઓવરફ્લો થયો છે.
બાટવા ખારા ડેમ ઓવરફ્લો થતાં તેના 16 માંથી ત્રણ દરવાજા ખોલાયા. ઓઝત 2 બાદલપુર ડેમના 25 દરવાજામાંથી છ દરવાજા ખોલાયા છે. તો ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી એક વાર છલકાયો છે. જેના 10 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા.
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા
સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઈ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ.