(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે.
ગાંધીનગર: ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે. 28 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં વરસશે ભારે વરસાદ. જ્યારે 29 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વરસશે ધોધમાર વરસાદની આગાહી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 82.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં પણ છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હવે માત્ર 10 ટકા જ વરસાદની ઘટ છે. મહેસાણામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે મહેસાણામાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મહેસાણા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોઢેરા રોડ, સ્વામિનારાયણ મંદિર, ગ્રીનપાક સોસાયટી, સરદારનગર, સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. કેટલાક વાહન ચાલકોના તો વાહનો પાણીની વચ્ચે ફસાઈ ગયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો 69 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણા શહેરમાં અત્યાર સુધી સીઝનનો 65 ટકાથી વધુ વરસાદ પડ્યો છે.
સીઝનનો 82.40 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 82.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે તેના પર તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે કચ્છમાં 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 82 ટકા અને મધ્ય ગુજરાતમાં 74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ વરસ્યો છે.