શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં આ તારીખે પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?

ગુજરાતમાં હાલ વરસાદની માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ગાંધીનગર : ગુજરાતમાં હાલ વરસાદની માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  7મી અને 8મીએ રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.   હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.  પૂર્વ-પશ્ચિમ તરફનું દબાણ વધાવાના લીધે અસર જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 જુલાઈના રોજ અમરેલી,ભાવનગર,જૂનાગઢ,બોટાદ,ગીર સોમનાથ,સુરત,તાપી,ડાંગ,નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે 4 જુલાઈથી પવનની ગતિ વધશે. આ કારણોસર 4 થી 7 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.

Gujarat Rain: ગુજરાતમાં આ તારીખે પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?

અંબાલાલ પટેલે શું કરી આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને મેઘરાજા વરસશે. અંબાલાલ પટેલના મતે 7 થી 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે.

આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને  વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર  વરસાદ પડશે. પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં  સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 15.33 ઇંચ વરસાદ નોંધાયો છે.  સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. અહીં સિઝનનો 20.40 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 46.71  અને ઉત્તર ગુજરાતમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે. 

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહે તેવી સંભાવના

છોટા ઉદેપુર,  ડાંગ, નર્મદા,નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમા હવામાન વિભાગ દ્વારા  વરસાદની આગાહી કરવામાં આવી છે.   સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદ વરસવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુાસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
   
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?

મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’

Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી

'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ

IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ

8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ

Embed widget