શોધખોળ કરો

ભાદરવો ભરપૂરઃ રાજ્યમાં હજુ આગામી બે દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ભારે વરસાદ

ગત વર્ષે ૧૧ સપ્ટેમ્બર સુધીમાં 19.74 ઈંચ સાથે સીઝનનો માત્ર 60 ટકા વરસાદ નોંધાયો હતો.

Gujarat Rain: રાજ્યમાં હજુ પણ આગામી બે દિવસ ધોધમાર વરસાદ રહેશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉંડની શરુઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. તો આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં સિઝનનો 106 ટકા વરસાદ

રાજ્યમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સિઝનમાં અત્યાર સુધી 35 ઈંચ સાથે 106 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગત વર્ષે ૧૧ સપ્ટેમ્બર સુધીમાં 19.74 ઈંચ સાથે સીઝનનો માત્ર 60 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં આ વખતે 72 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવો માત્ર એક તાલુકો છે.

રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 29 ઈંચ સાથે સીઝનનો 161 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં ગત વર્ષે 11 સપ્ટેમ્બર સુધીમાં ૧૦.૬૮ ઈંચ સાથે સીઝનનો માત્ર ૬૧ ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છ ઉપરાંત દક્ષિણ, ઉત્તર ગુજરાત એવા રીજિયન છે જ્યાં સીઝનનો સરેરાશ વરસાદ ૧૦૦ ટકાથી વધુ છે. દક્ષિણ ગુજરાતમાં ૬૭ ઈંચ સાથે ૧૧૫ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ૩૨ ઈંચ સાથે ૧૧૩ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બીજી તરફ વરસાદનું પ્રમાણ પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૬ ટકા અને સૌરાષ્ટ્રમાં ૯૪ ટકા છે.

જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ ૧૧૦ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ડાંગમાં ૫૭, નવસારીમાં ૮૫ ઈંચ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

કુલ પાંચ તાલુકામાં સીઝનનો ૧૦૦ ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં વલસાડના કપરાડામાં ૧૫૨ ઈંચ, ધરમપુરમાં ૧૨૧ ઈંચ, વાપીમાં ૧૦૮ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

જોકે, રાજ્યમાં હજુ કેટલાક જિલ્લા એવા પણ છે જ્યાં હજુ વરસાદ ૧૦૦ ટકાથી વધ્યો નથી. જેમાં સુરેન્દ્રનગરમાં ૧૬ ઈંચ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

સૌથી ઓછો વરસાદ પડયો હોય તેવા જિલ્લામાં ૧૯ ઈંચ સાથે અમદાવાદનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાંથી માત્ર અમદાવાદ શહેરમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે સાણંદમાં માત્ર ૧૨ ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

તાલુકા પ્રમાણે જોવામાં આવે તો ૫૦ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ જ્યારે ૧૨૮ તાલુકામાં ૨૦થી ૪૦ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના વિંછીયામાં ૯.૨૧ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Monsoon: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના
Monsoon: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Embed widget