ગુજરાત માટે આગામી બે દિવસ હજુ પણ ભારે, આ સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
ગુજરાતમા આગામી બે દિવસ પણ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
![ગુજરાત માટે આગામી બે દિવસ હજુ પણ ભારે, આ સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ Heavy rain forecast for two days in Gujarat, red alert for rain in these seven districts ગુજરાત માટે આગામી બે દિવસ હજુ પણ ભારે, આ સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/10/e4e7351416d6db8238c83307484c180b1657454983_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમા આગામી બે દિવસ પણ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ધોધમાર વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આજે સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, નવસારી, ડાંગ અને અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, સુરત અને તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે ડાંગ, નવસારી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, રાજકોટ અને જામનગરમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાના આગમનને હજુ દોઢ મહિનો પણ થયો નથી. ત્યાં જ રાજ્યમાં સિઝનનો 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. સિઝનના 50 ટકા વરસાદ માટે રાજ્યએ ગયા વર્ષે સાત સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડી હતી. ગયા વર્ષે 14 જુલાઈ સુધીમાં સિઝનનો માત્ર 19.72 ઈંચ જ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં ચોમાસા દરમિયાન સામાન્ય રીતે સરેરાશ 33.46 ઈંચ વરસાદ પડતો હોય છે. જેની સામે અત્યાર સુધીમાં 17.06 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
આ પૈકી જૂનમાં 2.52 અને જુલાઈ મહિનાના 14 દિવસમાં 14.53 ઈંચ વરસાદ વરસ્યો છે. આ વર્ષે કચ્છમાં અત્યાર સુધીમાં 17.32 ઈંચ સાથે મોસમનો 98 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. એટલુ જ નહી કચ્છમાં સિઝનનો 94 ટકાથી વધુ વરસાદ તો છેલ્લા 14 દિવસમાં જ વરસી ચુક્યો છે. કચ્છના અબડાસા, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, નખત્રાણા પાંચ તાલુકામાં સિઝનના વરસાદનું પ્રમાણ 100 ટકાથી પણ વધુ છે. દક્ષિણ ગુજરાતમાં પણ 37.39 ઈંચ સાથે મોસમનો 64 ટકા વરસાદ નોંધાયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)