શોધખોળ કરો

Gujarat Rain: આ જિલ્લામાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?

સૌરાષ્ટ્ર,  મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે.

ગાંધીનગર: સૌરાષ્ટ્ર,  મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે. જો કે, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. આજે છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે.  24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.  આજે છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 

Gujarat Rain: આ જિલ્લામાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?

પંચમહાલ,દાહોદ, સુરત, ભરૂચ,  નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સોમનાથ,અમરેલી,ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં  સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવી છે. 

શનિવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  અરવલ્લી, નવસારી, તાપી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે.  રવિવારે  નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદનું જોર ઘટશે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર,  દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને સુરતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુરુવારે  દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ  ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે.  

હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારીમાં જળબંબાકાર

નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.  24 કલાકમાં નવસારી શહેરમાં  11 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જલાલપોરમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો.  વાંસદામાં પાંચ ઈંચ વરસાદ  વરસ્યો છે.  ચીખલી અને ખેરગામમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. ગઈકાલે મોડી રાત્રે વરસેલા વરસાદના કારણે નવસારી શહેર પાણી પાણી થયું હતું. રસ્તાઓ પાણીમાં  ગરકાવ થયા હતા. ધોધમાર વરસાદના કારણે અનેક  ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. નવસારી શહેરનો શાંતાદેવી રોડ જળમગ્ન થઈ ગયો હતો. મુખ્યમાર્ગો પર તો પાણી ભરાયા જ  પરંતુ દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા.        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

Embed widget