(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain Update: રાજ્યભરમાં મેઘમલ્હાર, છેલ્લા 2 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં કેટલો વરસ્યો વરસાદ
Gujarat Rain Update:રાજ્યમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર થઇ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જાણીએ છેલ્લા છેલ્લા બે કલાકમાં રાજ્યના 35 તાલુકામાં કેટલો વરસ્યો વરસાદ
Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ,જૂનાગઢ અને જામનગરમાં પણ ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારના ઘરો અને દુકાનમાં પાણી ગરકાવ થઇ ગયા છે. જામનગર સુરેન્દ્રનગર અને રાજકોટમાં મોટાભાગ રસ્તા જળમગ્ન થતાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર પણ સવાલ થવા સ્વાભાવિક છે.
વરસાદથી વિમાની સેવા પર પણ ખરાબ અસર થઇ છે. ભારે વરસાદના કારણે અમદાવાદ આવતી ત્રણ ફ્લાઈટ ડાયવર્ટ, 2 કેન્સલ કરવામાં આવી છે. જ્યમાં ભારે વરસાદના પગલે 106 રસ્તાઓ બંધ છે જેમાં પંચાયત વિભાગના 106 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ છે, જ્યારે નવસારી જિલ્લામાં 22 રસ્તાઓ બંધ છે. સુરત જિલ્લામાં 17 રસ્તાઓ, વલસાડ જિલ્લામાં 7 રસ્તાઓ બંધ છે. ઉપરાંત કચ્છ,બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પંચાયત વિભાગના 1 - 1 રસ્તાઓ વરસાદના પગલે બંધ છે. છેલ્લા 2 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં કેટલો વરસ્યો વરસાદ જાણીએ
છેલ્લા બે કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસ્યો વરસાદ
- છેલ્લા બે કલાકમાં તાપીના વ્યારામાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા બે કલાકમાં તાપીના વાલોડમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા બે કલાકમાં જામનગર તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા બે કલાકમાં ડાંગના સુબિરમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા બે કલાકમાં તાપીના ઉચ્છલમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા બે કલાકમાં સુરતના બારડોલીમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા બે કલાકમાં સુરતના મહુવામાં સવા ઈંચ વરસાદ
- સંજેલી, આહવામાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા બે કલાકમાં સોનગઢમાં એક ઈંચ વરસાદ
- માળીયા હાટીના, ધરમપુર, જામકંડોરણામાં પોણો પોણો ઈંચ વરસાદ
- ખેરગામ, સુત્રાપાડામાં પોણો પોણો ઈંચ વરસાદ
- ઝાલોદ, જલાલપોર, પાટણ વેરાવળમાં પોણો પોણો ઈંચ વરસાદ
- જામજોધપુર ,વઘઈ, ચિખલીમાં અડધો અડધો ઈંચ વરસાદ
મોરબીના મચ્છુ – 3 ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા
સુરેન્દ્રનગરના ચોટીલામાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો જેના પગલે ચોટીલા ડુંગર પરથી વરસાદી પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત લખતર અને સાયલામાં પણ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હોવાથી હેઠવાસના 20 ગામોને એલર્ટ કરાયા છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial