Rain Update: જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ, માંગરોળના બંદર પર લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ
Rain Update: ગુજરાતમાં વરસાદને નવરાત્રિની મજા બગાડી છે. ભારે વરસાદના કારણે પાર્ટી પ્લોટમાં 2થી3 ફૂટ પાણી ભરાઇ ગયા છે. જાણીએ વધુ અપડેટ્સ

Rain Update: રાજ્યમાં ગઇકાલથી મેઘરાજાએ તોફાની બેટિંગ સાથે એન્ટ્રી કરી. નવરાત્રિની સાતમી રાત્રિમાં અનેક જગયાએ ગરબાનું આયોજન રદ કરવાની ફરજ પડી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી ગરબા પંડાલ પાણી પાણી થયા હતા. અહીં આરતી બાદ તમામ ગરબા બંધ રહ્યાં હતા. જેના કારણે આયોજકો અને ખૈલેયા નિરાશ થયા હતા. જૂનાગઢમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ગિરનાર પર વરસાદના કારણે દામોદર કુંડમાં પાણીની આવક વધી છે. સોનરખ નદીની સપાટીમાં વધારો થયો છે.
જૂનાગઢના માંગરોળમાં આઠ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો હતો. માંગરોળના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયામાં નહીં જવા સૂચના અપાઈ છે.જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી વરસ્યો છે. છેલ્લા 12 કલાકમાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ વરસ્યો છે. માંગરોળ, માળિયા હાટિના, કેશોદમાં વહેલી સવારથી વરસાદે એન્ટ્રી કરી છે. માંગરોળમાં આજે સવારે પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો.માળિયા હાટિનામાં આજે એક ઈંચ, કેશોદમાં આજે અત્યાર સુધીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.જૂનાગઢ જિલ્લામાં ચાલુ સિઝનનો અત્યાર સુધી 45 ઈંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક ભારે વરસાદ વરસશે. ગઇકાલે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પહોંચતા ગઇકાલે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો. રાજયમાં હાલ નવરાત્રિમાં ગરબા મહોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યાં છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં વરસાદ વરસતાં ગરબા આયોજકો સાથે ખેલૈયા પર નિરાશ થયા છે. ભારે વરસાદના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં મોટાભાગના આયોજકોએ સાતમના ગરબા રદ્દ કર્યાં હતા. ગરબા પંડાલમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ જતાં મોટાભાગના પાર્ટી પ્લોટમાં ગરબા શક્ય ન બન્યા ન હતાં. બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટની અસર આજે સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળશે. મેઘરાજા આજે સૌરાષ્ટ્રને ધમરોળશે, ગઇકાલથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડામાં સૌથી વધુ 8.03 ઈંચ વરસાદ વરસ્યો.





















