શોધખોળ કરો
ગુજરાતના પાટણ, મહેસાણા અને ઉનામાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
ગુજરાતના 182 તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વરસાદ પાટણના સિદ્ધપુરમાં અને ગીર-સોમનાથના ઉનામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે ગુજરાતના છ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ: ગુજરાતમાં સમગ્ર દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગુજરાતના 182 તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વરસાદ પાટણના સિદ્ધપુરમાં અને ગીર-સોમનાથના ઉનામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે ગુજરાતના છ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગુજરાતના 33 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 62 તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં સરેરાશ 1.5 ઈંચ વરસાદ જેટલો વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતાં જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે સૌથી વધુ વરસાદ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પૂર્વ ઝોનમાં પણ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સૌથી ઓછો વરસાદ દક્ષિણ ઝોનમાં 1 ઈંચ જેટલો નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં સુરતીલાલાઓમાં ખુશીનો માહોલ છલાઈ ગયો હતો. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેડુતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. દક્ષિણ ગુજરાતમા પાણીની અછતના કારણે ખેડુતોની હાલત કફોડી બની હતી. જોકે હવે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાવણી લાયક પાણી મળી રહેતા ખેડુતોની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કચ્છ પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોવાથી આ વરસાદી માહોલ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, દિવ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદ થવાની સંભાવના હાલ વર્તાઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement