અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ, યાત્રાધામ શામળાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મોડાસા, માલપુર અને શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા શહેરના ડીપ વિસ્તાર, ચાર રસ્તા અને બસ સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મોડાસા, માલપુર અને શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા શહેરના ડીપ વિસ્તાર, ચાર રસ્તા અને બસ સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા-શામળાજી હાઈવે પર પણ પવન સાથે વરસાદ વરસતા વિઝિબિલિટી ડાઉન થઈ હતી. વિઝિબિલિટી ડાઉન થતા ચાલકો હેડ લાઈટ ચાલુ કરીને વાહન ચલાવવા માટે મજબુર બન્યા હતા.
મંદિર તરફ જવાનો મુખ્ય રસ્તો જળબંબાકાર
યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ વરસતા મંદિર તરફ જવાનો મુખ્ય રસ્તો જળબંબાકાર થયો. શામળાજી સહિત શામળપુર, અણસોલ, વાંદીયોલ સહિતના પંથકમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. આ તરફ ભારે વરસાદથી માલપુરના રાજમાર્ગો પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. માલપુરની સાથે મોરડુંગરી, જેશીંગપુર, અંબાવા, કોયલીયામાં ધોધમાર વરસાદ વરસ્યો.
ધોધમાર વરસાદથી ગણેશ પંડાલો પણ વરસાદી પાણીમાં ભીંજાતા આયોજકોની ચિંતા વધી છે. મેઘરજમાં પણ ધોધમાર વરસાદથી આંબાવાડી રોડ, ગાયત્રી સોસાયટી, નવજીવન સોસાયટી આગળ વરસાદી પાણી ભરાયા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ
વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને લઈને હેરણ અને કરા નદીમાં નવા નીર આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે. હેરણ નદી અને કરા નદીમાં ભારે પાણીની આવક જોવા મળી રહી છે.
પાવી જેતપુરના સજવા ગામે ભારે વરસાદ
છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બોડેલીના જબૂગામ, વાટા, કુકણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. પાવી જેતપુરના સજવા ગામે ભારે વરસાદને લઈ પાણી ભરાયા હતા. પ્રાથમિક શાળા અને આંગણવાડી જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા. છોટાઉદેપુરમાં જિલ્લા સેવા સદન જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યમાં 85 ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.





















