Rain Update: વરસાદની આગાહી દરમિયાન રાજ્યના આ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ, જાણો અપડેટસ
Rain Update: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે. જાણીએ આજે ક્યાં જિલ્લામાં કેટલો વરસ્યો વરસાદ...

Rain Update: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે બોટાદમાં સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. રાણપુર તાલુકામાં મેઘમહેર જોવા મળી. બરાણીયા, સુંદરિયાના, નાની વાવડી ગામમાં વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ચૂક્યા હતા. રાણપુર શહેરના બસ સ્ટેન્ડ રોડ, મામલતદાર કચેરી રોડ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં પણ મેઘરાતાએ ધમાકેદાર એન્ટ્રી કરી બેથી 3 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો,કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન થઇ ગયા હતા. વરસાદના કારણે કૃષ્ણજન્માષ્ટના ઉજવણીની તૈયારીમાં પણ વિક્ષેપ પડ્યો હતો. અમદાવાદમાં 2 કલાકના ધોધમાર વરસાદે ફરી એકવાર AMCની પોલ ખોલી દીધી હતી. નિકોલ, નરોડા સહિતના વિસ્તાર જળમગ્ન થઇ ગયા હતા. અંકુર, સિંધુભવન, થલતેજ, દાણીલીમડા, નરોડા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે. નરોડામાં શ્રીરામ ટેનામેન્ટ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. શાહીબાગ-અસારવા-હાટકેશ્વરમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. કુબેરનગરમાં કિશોર સ્કૂલ પાસેનો આખો રોડ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.હાટકેશ્વર સર્કલથી રૂક્ષ્મણી હોસ્પિટલ જવાનો રોડ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. અમદાવાજમાં 2 કલાકમાં સરેરાશ સવા ઈંચ વરસાદ વરસ્યો છે. મેમ્કો, કૃષ્ણનગર, નરોડામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન થયા છે.
બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતો ખુશ કરી દીધાં છે. કાંકરેજ, દિયોદર, લાખણીમાં મેઘમહેરથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. કાંકરેજના શિહોરી સહિતના વિસ્તારોમાં વરસાદથી બાજરી, મગફળી સહિતના પાકને ફાયદો થશે.
નવસારીના ગણદેવીમાં પણ ધમાકેદાર રીતે મેઘરાજાનું આગમન થયું છે. ધનોરી, પાથરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ગીર સોમનાથ જિલ્લામાં પણ સારો વરસાદી માહોલ છવાયો. સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. કોડીનારમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો, થરેલી, સોળાજ, પ્રાંસલી, પેઢાવવાડા સહિતના ગામોમાં મેઘરાજાના લાંબા વિરામ બાદ આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.
અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદે જમાવટ કરી, જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. લોર ફાચરીયા, પીછળી, હેમાળ, માણસા સહિતના ગામોમાં વરસાદ મેઘમહેર થતા પાકને નવજીવન મળ્યું છે.
ખેડાના ડાકોર, મહેમદાવાદ, મહુધામાં ડાકોરમાં પણ સારો વરસાદ વરસ્યો. ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. દહેગામમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો. એક ઈંચ વરસાદમાં દહેગામમાં પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. વિરામ બાદ ખાનપુર, લીહોડા, રખિયાલ સહિતના ગામોમાં વરસાદના આગમને ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા છે. ઉપરાંત યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાનું આગમન થયું છે,ગીર સોમનાથના સૂત્રાપાડામાં સહિત થરેલી, સોળાજ, પ્રાંસલી, પેઢાવવાડા સહિતના ગામમાં સારો વરસાદ વરસ્યો.





















