Heavy rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 194 તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 194 તાલુકામાં વરસાદ નોંધાયો હતો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 194 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 69 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય ઝોનમાં સૌથી ઓછો 53 ટકા વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાને પાણી પૂરૂ પાડતો ભાદર ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમમાંથી પાણી છોડવામાં આવતા 22 ગામોને એલર્ટ કરાયા હતા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 194 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભાવનગર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજકોટના કોટડાસાંગાણીમાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જામનગરના લાલપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં અમરેલીના બાબરામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજકોટના લોધિકામાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ખંભાળીયામાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કચ્છના ગાંધીધામમાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભાવનગરના સિહોરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના વેરાવળમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડામાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મહેસાણાના સતલાસણામાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નર્મદાના નાંદોદમાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં સવા બે ઈંચ વરસાદ
ઈડર, ઉમરાળા, રાજકોટમાં સવા બે ઈંચ વરસાદ
અંકલેશ્વર, જામનગર, ખેડબ્રહ્મામાં પોણા બે ઈંચ વરસાદ
વાલોડ, પલસાણા, સોનગઢમાં પોણા બે ઈંચ વરસાદ
ખેરગામમાં પોણા બે ઈંચ વરસાદ
જેસર, જસદણ, ધરમપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
તાલાલા, થાનગઢ, કામરેજમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
ઝઘડીયા, ચીખલી, ઘોઘા, બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ
મુન્દ્રા, અબડાસા, વઘઈ, આહવામાં સવા ઈંચ વરસાદ
લાઠી, મહુવા, વાંસદા, ગીર ગઢડામાં સવા ઈંચ વરસાદ
15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને વલસાડ જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં લગભગ 3,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે રવિવારે ગુજરાત માટે 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે 24 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.